હવામાન વિભાગે બુધવારે ગુજરાતના કચ્છ વિસ્તારમાં બનેલા દબાણથી ઉત્તર-મધ્ય પ્રદેશ અને દક્ષિણ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધ્યું છે. આ ઓછા દબાણથી ગુજરાતમાં ઉત્તર જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આઇએમડીએ કહ્યું કે આગામી બે દિવસમાં ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે. તો કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ડેઇલી બૂલેટીનમાં કહ્યું કે સોમવારે બનેલા ઓછા દબાણના વિસ્તાર બાદ હવે ચક્રવાતની સાથે મધ્યપ્રદેશના ઉત્તર વિસ્તારો અને ઉત્તર પ્રદેશના દક્ષિણ વિસ્તાર તરફ આગળ વધ્યું છે. એવામાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2-3 દિવસમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, ગોવા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુમાં પહોંચવાનું અનુમાન છે. અરબ સાગરમાં અને બંગાળની ખાડીવાળા ચોમાસાની બંને બ્રાંચ સક્રિય થઇ જવાથી હવે ચોમાસુ ઝડપથી ભારતમાં આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાની સ્પીડ છેલ્લા 12 વર્ષમાં સૌથી ધીમી છે. તેની પાછળ એક કારણ વાયુ વાવાઝોડું પણ છે. આ વાવાઝોડાને કારણે વાદળોની દિશા પર ખાસ અસર પડી છે. અત્યારસુધીમાં દેશના માત્ર 10-15 ટકા વિસ્તારમાં ચોમાસુ પહોંચ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર