Home /News /gujarat /

ઉ.ગુના સાબરકાંઠામાં આવેલું છે ભારતનું પ્રથમ ડિજીટલ વિલેજ, આકોદરા

ઉ.ગુના સાબરકાંઠામાં આવેલું છે ભારતનું પ્રથમ ડિજીટલ વિલેજ, આકોદરા

સાબરકાંઠા જીલ્લો રાજ્યમાં નહિ પણ દેશભરમાં અગ્રેસર બની રહ્યો છે ત્યારે હિંમતનગરના આકોદરા ગામને આઈસીઆઈસીઆઈ દ્વારા દત્તક લેવામાં આવતા ગામને સંપુર્ણ ડીઝીટલ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જેથી આ ગામમાં હાલમાં ડિઝિટલ વિક ઉજવાઈ રહ્યો છે.

સાબરકાંઠા : સાબરકાંઠા જીલ્લો રાજ્યમાં નહિ પણ દેશભરમાં અગ્રેસર બની રહ્યો છે ત્યારે હિંમતનગરના આકોદરા ગામને આઈસીઆઈસીઆઈ દ્વારા દત્તક લેવામાં આવતા ગામને સંપુર્ણ ડીઝીટલ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જેથી આ ગામમાં હાલમાં ડિઝિટલ વિક ઉજવાઈ રહ્યો છે.

ભારતભરમાં સાબરકાંઠાનું નામ મોખરે છે દેશનુ શ્રેષ્ટ ગામ પુંસરી, એશીયાની પ્રથમ એનીમલ હોસ્ટેલ આકોદરામાં અને હવે ભારતનુ પ્રથમ ડિઝિટલ ગામ બન્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી માસમાં આકોદરા ગામના લોકો સાથે મુંબઇથી વિડીયો કોન્ફરન્સથી લોન્ચીંગ કરીને આકોદરાને ડીજીટલ વિલેજ તરીકે લોકાર્પણ કર્યુ હતુ.

અત્યારે આ ગામ થઈ ગયુ છે સંપુર્ણ ડિઝિટલ. આકોદરા ગામ ફરી એક વાર દેશના નક્શા પર પોતાની ચમક દર્શાવી છે. આ ગામ આદર્શ ગામ નહિ પણ ડિઝિટલ ગામ છે બેંકે આ ગામને દત્તક લઈને ગામને તમામ ડિઝિટલ સેવાઓ પુરી પાડી છે અને સાથે ગામની તમામ સંસ્થાઓ અને દુકાનોને ટેકનોલોજીથી જોડી દેવાઈ છે.

14

ગામની સરકારી પ્રાથમિક શાળા હવે આમ શાળા નહિ પણ ટેકનોલોજીથી સવલતો ધરાવતી શાળા છે અને શાળામાં ટેબ્લેટ પણ વિધ્યાર્થીઓને આપવામાં આવ્યા છે અને શાળામાં બ્લેક બોર્ડનુ સ્થાન પણ પ્રોજેક્ટર આધારીત આધુનિક બ્લેક બોર્ડ આપવામાં આવ્યુ છે.

શાળામાં એ ડીઝિટલ સેવાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે જેમાં શાળામાં હવે અધતન ટેકનોલોજી ધરાવતા સાધનોથી બાળકોને શિક્ષણ પુરૂ પાડવામાં આવશે અને આનાથી બાળકોને પણ અભ્યાસની મજા આવી રહી છે.
First published:

Tags: ગામડા, ગુજરાત, ડિજિટલ ઇન્ડિયા, નરેન્દ્ર મોદી

આગામી સમાચાર