Home /News /gujarat /

દેશમાં 60 કરોડ લોકો ઉપર તોળાતું ગંભીર જળ સંકટ: કેન્દ્ર સરકાર

દેશમાં 60 કરોડ લોકો ઉપર તોળાતું ગંભીર જળ સંકટ: કેન્દ્ર સરકાર

ફાઈલ ફોટો

    નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું કે દેશમાં 60 કરોડ લોકો ગંભીર જળ સંકટની નજીક આવીને ઉભા રહ્યાં છે અને 2030 સુધી પાણીની માંગ તેની ઉપલબ્ધતાથી બે ગણી વધારે થઈ જશે.

    રાજ્યસભા સાંસદ ડી. રાજા દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ડ્રિન્કીંગ વોટર અને સ્વચ્છતા મંત્રી રમેશ જિગજિનાગીએ કહ્યું, 'સમગ્ર જળ મેનેજમેન્ટ પર નીતિ આયોગ તરફથી આપવામાં આવેલ રિપોર્ટ અનુસાર ભારતમાં 60 કરોડ લોકો ગંભીર સંકટની નજીક આવીને ઉભા રહ્યાં છે.'

    તેમને કહ્યું કે, 2030 સુધી પાણીની માંગ તેની ઉપલબ્ધતાથી બે ગણી વધી જશે. મંત્રીએ કહ્યું, 'આપણા જળ સંસાધનો અને તેના ઉપયોગને લઈને અમારી સમજને સુવ્યવસ્થિત બનાવવી જરૂરી છે.'

    તેમને કહ્યું, 'મંત્રાલય દ્વારા કેન્દ્રીય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના (એનઆરડીપી) હેઠળ રાજ્ય સરકારોને ગ્રામીણ વિસ્તારમાં ચોખ્ખુ પિવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે આર્થિક અને ટેકનિકલી સહાયતા આપવામાં આવે છે.'

    જિગજિનાગીએ કહ્યું કે, હાલમાં જ મંત્રાલયે આ યોજનાને શાનદાર બનાવવા માટે આમાં થોડા ફેરફાર કર્યા છે. તેમેને કહ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં સમયસર પાણી ના પહોંચાડવાની અક્ષમતાને ઓછી કરવા માટે આ યોજનાનો ફરીથી બનાવવામાં આવી છે.

    તેમને કહ્યું કે, ભૂગર્ભજળ વ્યવસ્થાપન, વ્યવસ્થિત સિંચાઈ મેનેજમેન્ટ અને રેનવોટર હાર્વેસ્ટિંગ જેવી શાનદાર ટેકનોલોજીથી ભવિષ્યમાં પાણીના સંકટને ઓછું કરવામાં મદદ મળશે.

    કેન્દ્રીય મંત્રીએ તે પણ કહ્યું કે, રાજ્ય અન્ય રાજ્યો સાથે-સાથે દુનિયાભરના સર્વશ્રેષ્ઠ જળ સંરક્ષણ મોડલને અપનાવીને રાજ્યની આબાદીની જરૂરતોને પૂરી પાડી શકે છે.

    જણાવી દઈએ કે, જૂન 2018માં આવેલ નીતિ આયોગની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2030 સુધી દેશમાં પાણીની માંગ ઉપલબ્ધ જળ વિતરણથી બે ગણી વધી જશે. જેનો સીધે સીધો મતલબ તે કે કરોડો લોકો માટે પાણીનું સંકટ ઉભું થશે અને દેશની જીડીપીમાં છ ટકાનો ઘટાડો જોવા મળશે.

    સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા મેળવેલા ડેટાનું ઉદાહરણ આપતા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, લગભગ 70 ટકા પ્રદૂષિત પાણી સાથે ભારત જળ ગુણવત્તા સૂચકઆંકમાં 122 દેશોમાં 120માં સ્થાન પર છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Water Crisis

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन