ભારતમાં કોરોનાનો કહેર યથાવત: સક્રિય કેસની સંખ્યા 10 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1,45,384 નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: સક્રિય કેસની સંખ્યા 10 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1,45,384 નવા કેસ નોંધાયા
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

India coronavirus updates: દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે. જેમાંથી 1,19,90,859 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 10,46,631 એક્ટિવ કેસ છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus)નો કહેર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ દેશમાં નવા કેસની નવી ઊંચાઈ બની રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 77,567 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાને કારણે 24 કલાકમાં કુલ 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 1,68,436 પર પહોંચ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે.

    દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે. જેમાંથી 1,19,90,859 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 10,46,631 એક્ટિવ કેસ છે. કોરોના સામે લડવા માટે હાલ દેશમાં મોટાપાયે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધી દેશમાં કુલ 9,80,75,160 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 90.8 ટકા થયો છે.





    મહારાષ્ટ્રમાં શુક્રવારે નોંધાયા 59 હજાર નવા કેસ

    મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના કુલ 58,993 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 301 લોકોનાં કોરોનાથી મોત થયા છે. નવા કેસની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3,288,540 થઈ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી અત્યારસુધી કુલ 57,329 લોકોનાં મોત થયા છે. ગુરુવારે અહીં કોરોના વાયરસના નવા 56,286 કેસ અને 376 મોત નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્યમાં હાલ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય દંપતીનો મૃતદેહ મળી આવ્યો, ચાર વર્ષની બાળકી રડતી હાલતમાં મળી

    ગુજરાતમાં શુક્રવારે 4,551 કેસ નોંધાયા

    શુક્રવારે રાજ્ય સરકાત તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 4,551 કેસ નોંધાયા છે. જેની સામે 2,280 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 42 દર્દીના. મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,697 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.87 ટકા છે. અત્યારસુધીમાં 76,30,525 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 9,84,583 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

    શુક્રવારે અમદાવાદમાં 1,316, સુરતમાં 1,104, વડોદરામાં 397, રાજકોટમાં 410, જામનગરમાં 221, પાટણમાં 118, ભાવનગરમાં 101, ગાંધીનગરમાં 86, મહેસાણામાં 91, જૂનાગઢમાં 89, બનાસકાંઠામાં 74, કચ્છ, મહીસાગરમાં 48-48, ખેડા, મોરબીમાં 40-40, દાહોદમાં 37, પંચમહાલમાં 33, અમરેલી, આણંદમાં 30-30 સહિત કુલ 4,551 કેસ નોંધાયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 10, 2021, 09:34 am

    ટૉપ ન્યૂઝ