Home /News /gujarat /Ind vs SA: બોલરો બાદ રાહુલ-સૂર્યકુમારે બતાવી તાકાત, ભારતે વિજય સાથે કરી શરૂઆત

Ind vs SA: બોલરો બાદ રાહુલ-સૂર્યકુમારે બતાવી તાકાત, ભારતે વિજય સાથે કરી શરૂઆત

દક્ષિણ આફ્રિકા સામે ભારતની શાનદાર જીત

Ind vs SA: પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપે 4 ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

    તિરુવનંતપુરમ: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની શાનદાર ઇનિંગ્સના આધારે પ્રથમ ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

    107 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી 17 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. રોહિતને કાગીસો રબાડાએ ખાતું પણ ખોલવા દીધું ન હતું, જ્યારે વિરાટને 3 રનના સ્કોર પર એનરિચ નોર્ટજેએ પેવેલિયન મોકલી દીધો હતો. જે બાદ સૂર્યકુમાર અને કેએલ રાહુલે ઇનિંગ સંભાળી અને બંનેએ ટીમને યાદગાર જીત અપાવી. સૂર્યકુમારે અણનમ 51 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યકુમારે 50 રનની ઇનિંગ રમી હતી.

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝની પ્રથમ મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ પ્રથમ ટી20 મેચમાં અર્શદીપ સિંહની ત્રણ વિકેટ અને દીપક ચહરની ઘાતક બોલિંગ સામે સાઉથ આફ્રિકાની ટીમ ઘૂંટણિયે જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપે 4 ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજે 41 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો: અર્શદીપ આફ્રિકી બેટ્સમેનો પર કહેર બની તૂટી પડ્યો, એક ઓવરમાં 3 વિકેટ ખેરવી

    અર્શદીપ સિંહ (3/32), દીપક ચહર (2/24) અને હર્ષલ પટેલ (26/3)ની ઘાતક બોલિંગને કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને 20 ઓવરમાં 8 વિકેટે 106 રન પર રોકી દીધું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજ (41) અને એડન માર્કરામ (25)એ સૌથી વધુ રન બનાવ્યા હતા.

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની સીરિઝની પ્રથમ મેચ આજે તિરુવનંતપુરમમાં રમાઈ રહી હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે આ સીરિઝ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. આ વર્ષનો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ સીરીઝ બાદ ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cricekt News in Gujarati, IND Vs SA, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन