Home /News /gujarat /

IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડના ચાર ખેલાડીની ચોકડી, અક્ષર 'પટેલ' 'રવિન્દ્ર' જાડેજા, જાણો કોણ કોણ છે આ તસવીરમાં

IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડના ચાર ખેલાડીની ચોકડી, અક્ષર 'પટેલ' 'રવિન્દ્ર' જાડેજા, જાણો કોણ કોણ છે આ તસવીરમાં

IND vs NZ : રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સાથે નામ મેચ કરતા ન્યૂઝીલેન્ડના ખેલાડી

India vs New Zealand 2nd test: મેચ બાદ આર અશ્વિને (R Ashwin)એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જાણો કોણ કોણ છે આ તસવીરમાં

    India vs New zealand 2nd test: ભારતે સોમવારે બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડને 372 રને કારમો પરાજય આપીને બે મેચની શ્રેણી 1-0 (India vs New Zealand)થી જીતી લીધી છે. ન્યુઝીલેન્ડની ટીમ 540 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરતા તેના બીજા દાવમાં 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિકલેર કર્યો હતો. બંને ટીમો વચ્ચે કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. આ ભારતીય ક્રિકેટ ટીમનો ઘરઆંગણે સતત 14મો (INDI Test Win in Mumbai) ટેસ્ટ સિરીઝ વિજય છે. મેચ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડના ચાર ખેલાડીઓએ મળીને એક ચોકડી બનાવી હતી. આ ચાર ખેલાડીઓને ભેગા કરતો અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાના નામ બને છે.

    મેચ બાદ આર અશ્વિને (R Ashwin)એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં અક્ષર પટેલ (Axar Patel) અને એજાઝ પટેલ (Ajaz Patel) રવિન્દ્ર રચિન (Ravindra Rachin) અને રવિન્દ્ર જાડેજા (ravindra Jadeja) જોવા મળે છે. આ તસવીરમાં જોવા મળતા આ ચાર ખેલાડીની ચોકડીમાં બને દેશના ખેલાડીઓ શામેલ છે.

    કેવી રીતે શક્ય બને છે આ ચોકડી

    આ ચોકડીમાં અક્ષર પટેલ, એજાઝ પટેલ, રવિન્દ્ર રચિન અને રવિન્દ્ર જાડેજા છે પરંતુ ટીશર્ટ પરના નામમાં અક્ષર લખાવેલું છે જ્યારે એજાઝ પટેલે પટેલ લખાવેલું છે. આમ અક્ષર પટેલ થાય છે જયારે રવિન્દ્ર રચિને રવિન્દ્ર લખાવેલું છે જ્યારે રવિન્દ્ર જાડેજાએ જાડેજા લખાવેલું છે. આમ ભારત ન્યૂઝી લેન્ડના ખેલાડીઓની આ તસવીર બનાવે છે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા



    રચિનનું ટેસ્ટ ડેબ્યૂ

    રવિન્દ્ર રચિન (Rachin Ravindra)એ ટેસ્ટ સિરીઝ (IND vs NZ) ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે. પહેલી ટેસ્ટમાં એ વિકેટ લઈ શક્યો નહોતો. જ્યારે બીજી ટેસ્ટમાં 3 વિકેટ લઈ ચુક્યો છે. 22 વર્ષના રવિન્દ્ર રચિન ન્યૂઝીલેન્ડ વતી 6 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ ઉપરાંત 30 ફર્સ્ટક્લાસ મેચમાં 37ની એવરેજ થી રચિને 1648 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 10 ફિફ્ટી છે.

    જાડેજાએ બીજી ટેસ્ટ ગુમાવી હતી

    રવિન્દ્ર જાડેજાએ પોતાની બીજી ટેસ્ટ ગુમાવી હતી. તે રમી શક્યો નહોતો. અક્ષર પટેલે બીજી ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં 52 અને બીજી ઈનિંગમાં 41 રન બનાવ્યા હતા. અક્ષરે આ ઉપરાંત 3 વિકેટ પણ ઝડપી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND vs NZ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन