IND vs NZ: કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં (IND vs NZ Kanpur Test Day-5)માં ભારતે પાંચમાં દિવસ બાજી પલટી નાખી છે. પાંચમાં દિવસની રમત શરૂ થઈ ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 4-1 વિકેટના નુકસાને હતો (IND vs NZ Kanpur Test Day-5 Live Score) ભારત પ્રથમ ઈનિંગની લીડ અને બીજી ઈનિંગના 234 રન મેળવીને ન્યૂઝીલેન્ડને જીત માટે કુલ 284 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતે પાંચમાં દિવસે ન્યૂઝીલેન્ડની ધડાધડ વિકેટો ખેડવી હતી. ભારતે 155 રનમાં ન્યૂઝીલેન્ડની 9 વિકેટો ખેડવી નાખી હતી. ભારત વતી રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja)4 અને રવિચંદ્રન અશ્વિને (Ravi Chandran Ashwin)3 વિકેટ ઝડપી હતી જ્યારે અક્ષર પટેલ અને ઉમેશ યાદવે એક એક વિકેટ લીધી હતી. જોકે, પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની અંતિમ વિકેટ ન પડતા 165 રનના સ્કોરે ટેસ્ટ ડ્રો રહી હતી અને કાનપુરમાં ભારતના મોઢા સુધી આવેલો કોળિયો ઝૂંટવાયો હતો (IND vs NZ First Test Drawn)
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરૂવારથી પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. પ્રથમ ટેસ્ટમાં ભારતે પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા 345 રન ખડક્યા હતા. શ્રેયસ ઐયરની ડેબ્યૂ મેચમાં સદીની મદદથી ભારત મોટો સ્કોર કરી શક્યું નહતું. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગમાં 296 રને ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે બીજી ઈનિંગમાં 234 રને દાવ ડિક્લેર કરતા ભારતને 49રનની લીડ મળી હતી.
સ્પીનરોએ બાજી પલટી
પ્રથમ ઈનિંગમાં અક્ષર પટેલની નિર્ણાયક પાંચ વિકેટ, બીજી ઈનિંગમાં જાડેજાની 4 અને અશ્વિનની 3 વિકેટના કારણે ન્યૂઝીલેન્ડ હારની નજીક પહોંચી ગયું હતું. પ્રથમ સેશનમાં વિકેટ ન મળતા ભારત ચિંતામાં હતું પરંતુ સ્પિનરોએ બીજા અને ત્રીજી સેશનમાં બાજી પલટી નાખી હતી. ન્યૂઝીલેન્ડના ઓપનર ટોમ લાથમ (Tom Latham) અને નાઇટ વોચમેન વિલિયમ સમરવિલ (William Somervillની બેટિંગના કારણે ભારતને પ્રથમ સેશનમાં એક પણ વિકેટ મળી નહોતી.
બીજા સેશનમાં ન્યૂઝીલેન્ડે અપેક્ષા કરતા વધારે સારી બેટિંગ કરી હતી. તેમ છતાં ભારતીય બોલર્સે 3 વિકેટ ઝડપી પાડી હતી. આ સેશનની પ્રથમ બોલ પર જ વિલિયમ સમરવિલને ઉમેશે આઉટ કર્યો હતો. ભારત વતી ત્યારબાદ લાથમને અશ્વીને બોલ્ડ કર્યો હતો ત્યારબાજ ટી બ્રેક પહેલાં જાડેજાએ રોઝ ટેલરને આઉટ કરી જીતનો પાયો નાખ્યો હતો.
ત્રીજા સેશનમાં પણ સ્પીનર્સનો તરખાટ જોવા મળ્યો હતો. ત્રીજા સેશનમાં ન્યૂઝીલેન્ડની 13 રનમાં ત્રણ વિકેટે રપડી ગઈ હતી. ન્યૂઝીલેન્ડે 126ના સ્કોર પર નિકોલ્સ, 128ના સ્કોર પર કેન વિલિયમસન અને 138ના સ્કોર પર ટોમ બ્લન્ડલની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 155 રનના સ્કોર સુધી 9 વિકેટ પડી ગઈ હતી. નવમી વિકેટ પડી ત્યારે મેચમાં 10 ઓવરની રમત બાકી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર