અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં વધારો કરાયો

અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં વધારો કરાયો
. કિરીટ સોલંકી અને સીઆર પાટીલે સાથે શંભુપ્રસાદ ટુંડિયા અને ઈશ્વર પરમારે કમલમ ખાતે પ્રેસ સંબોધી

સી આર પાટીલે કહ્યું - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ દેશના ગરીબ, દલિત, પછાત વર્ગના ઉત્થાન માટે અનેક નિર્ણયો કર્યા છે

  • Share this:
ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા SC-ST-ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટે સહાયની જાહેરાત કરી છે. કિરીટ સોલંકી અને સીઆર પાટીલે સાથે શંભુપ્રસાદ ટુંડિયા અને ઈશ્વર પરમારે કમલમ ખાતે પ્રેસ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે જેનાથી આ સમાજના વિદ્યાર્થીઓને લાભ મળશે. કેન્દ્ર સરકારે કુલ 59 હજાર કરોડની રકમનું પેકેજ જાહેર કર્યું છે. આ યોજના હેઠળ કુલ 15 કરોડ જેટલા રૂપિયા રાજ્ય સરકારને મળતા હતા હવે ગુજરાતને 180 કરોડ જેટલી રકમ મળશે. જેનાથી આ સમાજના લોકોને ફાયદો મળશે. પૈસા ન અભાવે ઘણા બાળકોને અભ્યાસ છોડી દેવો પડતો હતો હવે સહાય વધતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.અભ્યાસ સાહિત્ય સહિતની બાબતે આ સહાયમાંથી લાભ વિદ્યાર્થીઓને મળશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સે અનુસુચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 1100 કરોડથી વધારી રૂપિયા 60 હજાર કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. અનુસુચિત જાતિ સમાજના ઘણાં વિદ્યાર્થીઓ આર્થિક સંકળામણને કારણે સમર્થ અને પ્રતિભાશાળી હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં અસમર્થ હતા. આ પ્રકારે અતિ મહત્વનો નિર્ણય કરી અનેક વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલવા બદલ હું પ્રધાનમંત્રીનો સહૃદય આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવું છું.આ પણ વાંચો - દૂધસાગર ડેરીમાં મોટા પગારે ખોટી રીતે ભરતી થયેલા કર્મચારીઓની પરિવર્તન પેનલ હકાલપટ્ટી કરશે

સી આર પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ દેશના ગરીબ, દલિત, પછાત વર્ગના ઉત્થાન માટે અનેક નિર્ણયો કર્યા છે. વર્ષો પહેલા ડો.બાબા સાહેબ આંબેડકરજીએ શિક્ષણ અને સામાજિક ન્યાય અંગેની જે વાત કરી હતી તેને સાર્થક કરવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. પૈસાના અભાવે શિક્ષણ છોડવુ પડતું હોય તેવા અનુસુચિત જાતિ સમાજના અનેક વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણ મેળવવાનો માર્ગ મોકળો થયો છે. અનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ કરીને દેશના નિર્માણમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપશે.

સી આર પાટીલે જણાવ્યું હતું કે, આવનારા પાંચ વર્ષમાં દેશના અંદાજે 4 કરોડથી વધુ અનુસુચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિની સહાયથી ઉચ્ચ શિક્ષણ મેળવી સુસજ્જ બનશે. શિષ્યવૃત્તિની રકમ સીધી તેમના ખાતામાં જમા થશે. આ નિર્ણય ગુજરાતના અનુસુચિત જાતિના અનેક વિદ્યાર્થીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.
Published by:Ashish Goyal
First published:January 06, 2021, 22:18 pm

ટૉપ ન્યૂઝ