Home /News /gujarat /મહારાષ્ટ્રની ST બસનાં ભાડાંમાં વધારો, જાણી લો હવે શીરડી- નાસીક જવું મોંઘુ પડશે
મહારાષ્ટ્રની ST બસનાં ભાડાંમાં વધારો, જાણી લો હવે શીરડી- નાસીક જવું મોંઘુ પડશે
મહારાષ્ટ્રની ST બસનાં ભાડાંમાં વધારો
મહારાષ્ટ્ર સરકાર (Maharastra Sarkar) એસટી બસના ભાડાંમાં સાડા સતર ટકા વધારો કરાયો છે.ભાડા વધારાના કારણે ગુજરાત થી મહારાષ્ટ્ર જવું મોંઘું પડશે. કારણ કે ગુજરાતની બોર્ડ સુધી ગુજરાત સરકારનું (GSRTC) ભાડું ચકવું પડશે જ્યારે મહારાષ્ટ્રની બોર્ડરમાં પ્રવેશ થશે એટલે મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલું ભાડુ ચૂકવું પડશે
મહારાષ્ટ્ર સરકાર (Maharastra ST Bus) એસટી બસનાં ભાડાંમાં સાડા સતર ટકા વધારો કરાયો છે.ભાડા વધારાના કારણે ગુજરાતથી મહારાષ્ટ્ર જવું મોંઘું (Gujarat to Maharastra) પડશે. કારણ કે ગુજરાતની બોર્ડ સુધી ગુજરાત સરકારનું ભાડું ચકવું પડશે જ્યારે મહારાષ્ટ્રની બોર્ડરમાં પ્રવેશ થશે એટલે મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલું ભાડુ ચૂકવું પડશે. ગુજરાત એસટી બસની મહારાષ્ટ્ર જતા 244 ટ્રીપ ચાલી રહી છે.અને રોજના અંદાજીત 10 હજાર પ્રવાસીઓની ગુજરાતી થી મહારાષ્ટ્ર વચ્ચે અવર જવર થાય છે.ત્યારે ભાડા વધારાનો બોજો પ્રવાસીઓના ખિસ્સા પર પડશે.
અમદાવાદથી મહારાષ્ટ્ર જવા માટેનાં નવાં ભાડાં
-અમદાવાદથી શિરડીનું પહેલા સાદી બસનું ભાડું 467 રૂપિયા હતું જે વધીને 497 રૂ થયું..
-અમદાવાદથી શિરડીનું પહેલા ભાડું ગુર્જરનગરી બસનું ભાડુ 477 હતું જે વધારીને 509 રૂ.થયું.
-અમદાવાદ-નાસિકનું પહેલા સાદી બસનું ભાડુ 344 રૂપિયા હતું જે વધીને 354 રૂ થયું..
-અમદાવાદથી નાસિકનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ 355 હતું જે વધારીને 365 રૂ.થયું..
-અમદાવાદ-ચોપડાનું પહેલા સાદી બસનું ભાડુ 419 રૂપિયા હતું જે વધીને 449 રૂ થયું..
-અમદાવાદ -ચોપડાનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ 431 હતું જે વધારીને 461 રૂ. થયું.
-અમદાવાદ-શાહદાનું પહેલા સાદી બસનું ભાડુ 289 રૂપિયા હતું જે વધીને 294 રૂ થયું..
-અમદાવાદથી શાહદાનું પહેલાં ભાડું ગુર્જરનગરી બસનું ભાડુ 301 હતું જે વધારીને 306 રૂ. થયું.
અમદાવાદ-શિરપુર પહેલા સાદી બસનું ભાડુ 359 રૂપિયા હતું જે વધીને 379 રૂ થયું..
-અમદાવાદ- શિરપુરનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ 371 રૂ. હતું જે વધારીને 391 રૂ. થયું.
-અમદાવાદ-ઔરંગાબાદ પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ 577 હતું જે વધારીને 637 રૂ. થયું.
-અમદાવાદ-ધુલિયા પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ 382 હતું જે વધારીને 412 રૂ. થયું.
-અમદાવાદ-ચાલીસગાવ પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ 457 હતું જે વધારીને 497 રૂ. થયું.
-અમદાવાદ-અજનતા ઇલોરા પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ 542 હતું જે વધારીને 592 રૂ. થયું.
એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ જણાવ્યું છે કે, ગુજરાતથી જતા પ્રવાસીઓએ મહારાષ્ટ્રની બોર્ડરમાં પ્રેવશ કરતા સાડા સતર ટકા વધુ ભાડું ચૂકવું પડશે.નવા ભાડા આજથી અમલી બની ગયા છે.જો કે આ ભાડુ મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલું છે.ગુજરાત સરકારે કે એસટી નિગમ દ્વારા બસના ભાડાંમાં કોઈ વધતો કર્યો નથી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર