પતિ-પત્નીના વૈવાહિક કેસમાં જેલમાં બંધ કેદીઓ થઈ શકે છે મુક્ત

પતિ-પત્નીના વૈવાહિક કેસમાં જેલમાં બંધ કેદીઓ થઈ શકે છે મુક્ત
જસ્ટિસ પીલે કહ્યું કે આટલા ખર્ચમાં થવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આજ સચ્ચાઇ છે. જો કે જજે કહ્યું કે આવા કેસ તેવા દંપત્તિઓ માટે તાજું ઉદાહરણ છે જે કાનૂની દાવપેચ પાછળ પોતાની સંપત્તિ ખર્ત કરી દે છે અને તેમની પાસે કંઇ બચતું નથી. જજે કહ્યું કે તેમની કમાણી કરતા વધુ તેમણે ખર્ચ કર્યું છે હવે તે દેવાદાર બન્યા છે. ત્યારે ખરેખરમાં આ કેસ આંખ ઉગાડે તેવો છે.

કચેરીને હાલની કામચલાઉ જામીન અરજી સંબંધિત જેલ સત્તાધિકારને વધુ કાર્યવાહી માટે પરત મોકલવાનો નિર્દેશ આપવામાં આવે છે.

  • Share this:
મુકેશ ખાટીક સહિત આ ડઝન અસાધારણ અરજદારો એવા હતા. જેમને કૌટુંબિક(ફેમેલી) અદાલતો દ્વારા અપાયેલા આદેશો પર તેમની પત્નીઓને માસિક ખાધાખોરાકી આપવામાં નિષ્ફળ ગયા હોવાથી તેઓને વિવિધ અવધિ માટે જેલની સળિયા પાછળ મોકલવામાં આવ્યા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કહ્યું, "તે લોકો સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને હંગામી જામીન માંગે છે અને ખાતરી આપે છે કે તેઓ તેમની પત્નીઓને લેણાં ચૂકવવાનો પ્રયાસ કરશે."

ગયા અઠવાડિયે, સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો કે જેલમાં સાત વર્ષથી ઓછી મુદતની સજા થઈ હોય અથવા સાત વર્ષથી ઓછી મુદતની સજા થઈ શકે તેવા કેદીઓને કોરોનાવાયરસ ફેલાવવાની સંભાવનાને અટકાવીને જેલ પરનો ભાર ઘટાડવો. સુપ્રીમ કોર્ટે ખાસ ઉલ્લેખ કર્યો હતો, “એવી તમામ સંભાવનાઓ છે કે આજેલના કેદીઓ જેઓ ખાધાખોરાકીના હુકમને માનવામાં નિષ્ફળ ગયા હોય તેઓ સીરપીસીના u/s125 અથવા અન્ય વૈવાહિક કેસમાં જેલમાં હોઈ શકે. આ જેલના કેદીઓને શરતો સાથે અથવા વગર મુક્ત કરવામાં આવી શકે છે. "12 સમાન અરજીઓ હોવાથી, કાનૂની સહાયતા સોસાયટીએ આ ડિફોલ્ટર પતિઓનું પ્રતિનિધિત્વ કરવા માટે એડવોકેટની નિમણૂક કરી છે. તાત્કાલિક જામીન અરજીઓની સુનાવણી કરી રહેલા એડિશનલ સેશન્સ જજ એચ.જી.વાઘેલાએ આ તમામ અરજીઓને જેલના પરિસરમાં આ કેસને આગળ ધપાવતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કામચલાઉ જામીન માટે રીડાયરેક્ટ કરી હતી.

કોર્ટે કહ્યું કે, "તમામ હંગામી જામીન અરજીઓ જેની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી કરવાની રહેશે તે નિર્ણય જેલ પરિસરમાં જ લેવામાં આવશે. કચેરીને હાલની કામચલાઉ જામીન અરજી સંબંધિત જેલ સત્તાધિકારને વધુ કાર્યવાહી માટે પરત મોકલવાનો નિર્દેશ આપવામાં આવે છે."
Published by:News18 Gujarati
First published:April 08, 2020, 17:33 pm

ટૉપ ન્યૂઝ