Home /News /gujarat /

Daman News: ઘર કંકાસમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ આપઘાત કર્યો, ચાર બાળકો બન્યા નોધારા

Daman News: ઘર કંકાસમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ આપઘાત કર્યો, ચાર બાળકો બન્યા નોધારા

પોતાના વતનથી રોજગારી મેળવવા આવેલા યાદવ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

દારૂના નશામાં પત્ની સાથે મારઝૂડ કરતા પતિએ પોતાના 4 બાળકોની માતાની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જોકે ત્રણ દિવસ બાદ દમણના દલવાડા વિસ્તારમાં આવેલ ડેન્ટલ કોલેજની પાછળ ઝાડીઓમાંથી તેનો મૃતદેહ (Dead Body)) મળી આવતા દમણ પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર, દમણ : સંઘપ્રદેશ દમણ (Union Territory Daman)ના કૈડૈયાના ઔદ્યોગિક વિસ્તારમાં એક પતિએ પત્નીની હત્યા (Wife Murder) કરી પોતે પણ ગળાફાંસો (Suicide)ખાઈ લેતા પ્રદેશમાં સનસનાટી મચી જવા પામી છે. દારૂના નશામાં પત્ની સાથે મારઝૂડ કરતા પતિએ પોતાના 4 બાળકોની માતાની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જોકે ત્રણ દિવસ બાદ દમણના દલવાડા વિસ્તારમાં આવેલ ડેન્ટલ કોલેજની પાછળ ઝાડીઓમાંથી તેનો મૃતદેહ (Dead Body)) મળી આવતા દમણ પોલીસે તપાસ હાથ ધરી છે.

    બનાવની વિગત મુજબ સંઘપ્રદેશ દમણના કડૈયા વિસ્તારમાં આવેલ આ ઔદ્યોગિક વસાહતમાં સનસની વ્યાપી ગઈ હતી. રોજગારી માટે દમણમાં રહેતા યાદવ પરિવાર નોધારું બન્યું છે. રણજીત યાદવ અને સુનીતા યાદવ અને તેના ચાર સંતાનો દમણના આ વિસ્તારમાં રહેતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી રણજીત યાદવને દારૂની લત લાગી હતી. જેના કારણે પરિવારમાં વારંવાર ઝઘડા થતા હતા. રણજીત યાદવ રોજ દારૂ પીને નશાની હાલતમાં પત્ની સુનીતા સાથે મારઝૂડ કરતો હતો. જેના કારણે અનેકવાર કંકાસ થતો હતો. પરંતુ આ વખતે રણજીત યાદવ નશાની હાલતમાં મોડી સાંજે ઘરે આવ્યો હતો. અને પત્ની સાથે ઝઘડો કર્યો હતો, જોકે ત્યાર બાદ ઝઘડો શાંત થઇ ગયો હતો અને રણજીત યાદવ અને સુનીતા યાદવ બહાર  હવા ખાવા ગયા હતા.

    આ પણ વાંચો- Jamnagar: જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા બાદ પરિવારજનોએ યુવતીની માતાને પતાવી નાંખી

    જો કે રાતના 12:00 વાગ્યા છતાં પણ તેઓ ઘરે પાછા ન આવતા તેની દીકરી જાનકી અને તેનો ભાઈ તેના માતા-પિતાને શોધવા ગયા હતા. ત્યારે ઘરથી થોડે દુર ઝાડીઓમાં તેની માતા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેને દીકરી દ્વારા તાત્કાલિક દમણ પોલીસને જાણ કરવામાં આવી હતી. દમણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દમણ પોલીસે ઘાયલ સુનિતા યાદવને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. પોતાના વતનથી રોજગારી મેળવવા આવેલા યાદવ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

    આ પણ વાંચો- Gujarat Farmer: ગુજરાતના ખેડૂતો માટે ઇઝરાઇલી ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઇ, ઉત્પાદન બમણું થયું

    દીકરી જાનકી અને તેના ત્રણ ભાઈ બહેનો નોધારા થઈ ગયા છે. એક તરફ માતાનું મૃત્યુ થયું છે અને તેના પિતા માતાની હત્યા કરી ફરાર થઈ જતા પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડયો હતો . દમણ પોલીસ પત્નીની હત્યા કરી ફરાર થઈ જનાર આરોપી પતિ રણજીત યાદવની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. જોકે ત્રણ દિવસ બાદ દમણના દલવાડા વિસ્તારમાં આવેલ ડેન્ટલ કોલેજની પાછળ ઝાડીઓમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં રણજીત યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. દમણ પોલીસે મૃતદેહને  પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ગળે ફાંસો ખાવાના કારણે રણજીતનું મૃત્યુ થવા હોવાનું બહાર આવ્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Daman news, Gujarati news, Murder case, દમણ

    આગામી સમાચાર