Home /News /gujarat /પોરબંદરમાં પોલીસ પર પથ્થરમારો થતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ, હજાર લોકોના ટોળા સામે ફરિયાદ

પોરબંદરમાં પોલીસ પર પથ્થરમારો થતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ, હજાર લોકોના ટોળા સામે ફરિયાદ

પોલીસ પર પથ્થરમારો થતા કાયદાકીય કાર્યવાહી

Porbandar News: પોરબંદર જિલ્લાના થતી ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો. ગઈકાલે થયેલા ઘર્ષણમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. ઘર્ષણમાં થયોલા પથ્થરમારા દરમિયાન 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે અંદાજે હજાર લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.

વધુ જુઓ ...
    પોરબંદર: પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ કાર્યવાહીનો ભારે વિરોધ કરવા માટે વિરાધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા લોકોને રોકવા માટે ટીયરગેસ જેવા હથિયારનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. આ મામલે ઘર્ષણ વધતા પોલીસમાં નામજોગ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

    અંદાજે હજાર લોકોના ટોળા સામે ફરિયાદ


    પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને 125ના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. માહિતી પ્રમાણે અંદાજે હજાર લોકોના ટોળા સામે ફરિયાદ થઈ છે. સમગ્ર બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના PI ફરિયાદી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે થયેલા ઘર્ષણમાં પથ્થરમારા દરમિયાન 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસ ફરિયાદમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો દાખલ કરવામાં આવી છે. હાલમાં જૂનાગઢ, ગીરસોમનાથ પોલીસની પણ મદદ લેવાઈ રહી છે.


    જૂનાગઢથી SRP અને ગીરસોમનાથથી પોલીસ પોરબંદરમા બોલાવાઈ


    ઉલ્લેખનીય છે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જૂનાગઢ SRP અને ગીરસોમનાથ પોલીસ પોરબંદરમાં ગોઠવામાં આવી છે. જ્યારે મેમણવાડા સહિતના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. આ સાથે જ મેમણવાડા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યુ છે. પોરબંદર જિલ્લામાં ડીમોલેશનની કાર્યવાહીને લઈને થયેલ ઘર્ષણ થઈ રહ્યું છે. જેથી ટોળા વિરૂધ્ધ ફરજમા રુકાવટ સહિત વિવિધ કલમો હેઠણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

    આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાને લઈને શ્રીનગરમાં બોલાવી બેઠક

    ઘર્ષણજન્ય વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત


    દબાણ હટાવાની કાર્યવાહી પગલે ગઇકાલે ખાપટની કર્મચારી સોસાયટી નજીક ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થિતિને જોતા જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાની પોલીસને પણ મદદ માટે બોલાવામાં આવી છે. જૂનાગઢથી એસઆરપીની ટીમ તેમજ ગીર સોમનાથ જિલ્લાની પોલીસને ઘર્ષણજન્ય વિસ્તારમાં ગોઠવામાં આવી છે. જ્યારે મેમણવાડા સહિતના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ફણ ગોઠવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મેમણવાડા સહિતના વિસ્તારોમાં સતત ફ્લેગમાર્ચ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરિસ્થિતિને જોતા પોલીસ અત્યારે એલર્ટ થઈ ગઈ છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Attack on police, કાર્યવાહી, ગુજરાત, ગુજરાત પોલીસ, પોરબંદર

    विज्ञापन
    विज्ञापन