Home /News /gujarat /

અમેરિકામાં કોરોનાનો કહેરઃ ન્યૂયોર્કનાં Funeral Homesમાં લાશોનો ખડકલો

અમેરિકામાં કોરોનાનો કહેરઃ ન્યૂયોર્કનાં Funeral Homesમાં લાશોનો ખડકલો

Photos: 40થી 60ની ક્ષમતા સામે ફ્યૂનરલ હોમ્સમાં 185થી વધુ મૃતદેહોનો ઢગ, કર્મચારીઓને જીવનું જોખમ

Photos: 40થી 60ની ક્ષમતા સામે ફ્યૂનરલ હોમ્સમાં 185થી વધુ મૃતદેહોનો ઢગ, કર્મચારીઓને જીવનું જોખમ

    ન્યૂયોર્કઃ અમેરિકા (America)માં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 1169 લોકોનાં મોત થયા છે. અહીં કોવિડ-19 (COVID-19)એ અત્યાર સુધી પાંચ હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. જ્યારે બે લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત હોવાના આંકડા સામે આવ્યા છે. ન્યૂયોર્ક (New York) સૌથી વધુ પ્રભાવિત થયેલું શહેર છે. મૃત્યુઆંક એ હદે વધી રહ્યો છે કે ફ્યૂનરલ હોમ્સમાં મૃતદેહોને રાખવા માટે આકરો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પેટ માર્મો ડેનિયલ શેફર ફ્યૂનરલ હોમનો માલિક છે. તેણે જણાવ્યું કે મૃતદેહોને એટલી હદે ભરાવો થઈ ગયો છે કે અંદર ચાલવાની પણ જગ્યા નથી રહી. (Image: AP)


    આ મહામારી વચ્ચે પણ ફ્યૂનરલ હોમના કર્મચારીઓને તમામ દસ્તાવેજોની ચકાસણી અને જરૂરી કાર્યવાહી કરતાં જોવા મળે છે. (Image: AP)


    આ ફ્યૂનરલ હોમ્સમાં મૃતદેહોને તમામ ધાર્મિક સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવે તેની તૈયારી હાથ ધરવામાં આવે છે. (Image: AP)


    ફ્યૂનરલ હોમમાં પગ મૂકવાની જગ્યા ન હોવા છતાંય સતત મૃતદેહો આવી રહ્યા છે તેથી કર્મચારીઓ વધુ કપરી સ્થિતિમાં મૂકાયા છે. (Image: AP)


    પૂરી તકેદારી રાખતાં મૃતદેહોને પ્રોટેક્ટિવ પ્લાસ્ટિકમાં બાંધવામાં આવે છે. ત્યારબાદ ફ્યૂનરલ માટે તેની કતારમાં ગોઠવવામાં આવે છે. (Image: AP)


    ફ્યૂનરલ હોમમાં ચારે બાજુ કોરોનાનો ભોગ બનેલા લોકોના મૃતદેહો જોવા મળી રહ્યા છે. (Image: AP)


    સામાન્ય રીતે ફ્યૂનરલ હોમ 40થી 60 કેસ એક સાથે સંભાળી શકે છે પરંતુ હાલમાં તે આંક 185 સુધી પહોંચી ગયો છે. (Image: AP)


    ફ્યૂનરલ હોમના માલિક પેટ જણાવી રહ્યા છે કે અમે અહીં તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ. પરંતુ જે રીતે મૃતદેહો આવી રહ્યા છે તેનાથી અમારી મુશ્કેલી સતત વધી રહી છે. (Image: AP)


    ફ્યૂનરલ હોમમાં મૃતદેહોને આવી રીતે નજીક-નજીક રાખવા ફરજ પડી રહી છે. (Image: AP)


    ફ્યૂનરલ હોમના કર્મચારીઓને પોતાની જાત સાચવીને આ કપરી પરિસ્થિતમાં પોતાનું કામ પાર પાડવું પડે છે. (Image: AP)
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन