જ્યોતિરાદિત્યની પાસે એટલી અખૂટ સંપત્તિ કે તેમની સામે મોટા-મોટા બિઝનેસમેન પણ ઝાંખા પડે

30 વર્ષ પહેલા સિંધિયા પરિવારમાં 40 હજાર કરોડ રૂપિયાની સંપત્તિને લઈ વિવાદ શરૂ થયો, આ વિવાદ જ્યોતિરાદિત્ય અને તેમની ત્રણ ફઈ વચ્ચે છે

30 વર્ષ પહેલા સિંધિયા પરિવારમાં 40 હજાર કરોડ રૂપિયાની સંપત્તિને લઈ વિવાદ શરૂ થયો, આ વિવાદ જ્યોતિરાદિત્ય અને તેમની ત્રણ ફઈ વચ્ચે છે

 • Share this:
  ભોપાલ : જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) હાલમાં ભારતીય મીડિયામાં છવાયેલા છે. તેમને લઈને કૉંગ્રેસ (Congress)થી લઈને બીજેપી (BJP) સુધી દરેક તરફ ચર્ચા ચાલી રહી છે. સિંધિયા રાજ પરિવારનું મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં ઘણું સન્માન છે અને આઝાદી બાદથી જ આ પરિવાર રાષ્ટ્રીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. લોકોની વચ્ચે સન્માન ધરાવતાં આ રાજ પરિવારમાં સંપત્તિને લઈ ગંભીર વિવાદ (Scindia Property) ચાલી રહ્યો છે. લગભગ 30 વર્ષ પહેલા પરિવારમાં સંપત્તિ વિવાદ શરૂ થયો જે લગભગ 40 હજાર કરોડ રૂપિયાની સંપત્તિને લઈને છે. વિવાદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની ત્રણ ફઈ વચ્ચે છે.


  જોકે, વર્ષ 2017માં જ્યોતિરદિત્ય સિંધિયા તરફથી કોર્ટની બહાર મામલો ઉકેલવા માટે અરજી પણ કરવામાં આવી હતી. ઈન્ડિયા લીગલ વેબસાઇટ પર પ્રકાશિત એક સ્ટોરી મુજબ, જ્યોતિરાદિત્યની અરજી બાદ કોર્ટે પણ સમજાવાનો પ્રયાસ કર્યો હતો કે આ વિવાદ સાથે જોડાયેલા તમામ લોકો ભણેલા-ગણેલા છે, તેઓ કોર્ટની બહાર પણ મામલાનો ઉકેલ લાવી શકે છે. જજને એમ પણ કહ્યું હતું કે સિંધિયા પરિવાર સાથે જોડાયેલા સંપત્તિ વિવાદના મામલે બૉમ્બે, દિલ્હી, પુણે, જબલપુર અને ગ્વાલિયર કોર્ટમાં ચાલી રહ્યો છે. જોકે, હજુ સુધી તેની પર કોઈ ચુકાદો નથી આવ્યો.


  આઝાદી બાદ અખૂટ ધન-સંપત્તિ - આઝાદી બાદ સિંધિયા પરિવારની પાસે લગભગ 100થી વધુ કંપનીઓના શૅર હતા. તેમાં બૉમ્બે ડાઇંગના 49 ટકા પણ સામેલ છે. પરિવાર પાસે માત્ર ગ્વાલિયરમાં લગભગ 10 હજાર કરોડની સંપત્તિ છે. તેમાં અનેક મહેલ જેમ કે જય વિલાસ, સખ્ય વિલાસ, સુસેરા કોઠી, કુલેઠ કોઠી સામેલ છે. ગ્વાલિયરથી બહાર મધ્ય પ્રદેશમાં પરિવારની પાસે લગભગ 3 હજાર કરોડની સંપત્તિ છે. તેમાં શિવપુરીના અનેક મહેલ અને ઉજ્જૈનમાં એક મહેલ સામેલ છે. દિલ્હીમાં પરિવારની પાસે લગભગ 7 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં ગ્વાલિયર હાઉસ, સિંધિયા વિલા અને રાજપુર રોડમાં એક પ્લોટ સામેલ છે.


  ઉત્તર પ્રદેશના વારાણસીમાં પરિવારની પાસે સારી એવી સંપત્તિ છે. શહેરમાં પદ્મ વિલાસ નામનો એક મહેલ છે. ગોવામાં સંપત્તિનો કેટલોક હિસ્સો છે. મુંબઈમાં પરિવારની પાસે 1200 કરોડની સંપત્તિ છે.


  માધવરાવની બહેનો : જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયાની ત્રણ બહેનો છે. ઉષા રાજે, વસુંધરા રાજે અને યશોધરા રાજે. માનવામાં આવે છે કે પરિવારની સંપત્તિ પર મુખ્ય રીતે યશોધરા રાજે જ દાવો ઠોક્યો છે. સૌથી મોટી બહેન ઉષા રાજે નેપાળમાં લગ્ન બાદ ત્યાં જ વસી ગયાં છે અને ત્યાં તેમની પાસે મોટી સંપત્તિ છે. કંઈક આવું જ વસુંધરા રાજેની સાથે પણ છે. તેમનાં લગ્ન ધૌલપુર રાજ પરિવારમાં થયાં છે. પરંતુ યશોધરા રાજેના લગ્ન એક લંડનમાં સ્થાઈ થયેલા ડૉક્ટર સાથે થયાં હતાં જેમની સાથે છૂટાછેડા લીધા બાદ તેઓ પરત મધ્ય પ્રદેશ આવી ગયા. હાલમાં તેઓ શિવપુરથી જનતા પાર્ટીની ધારાસભ્ય છે.


  વિવાદની કહાણી : આ વિવાદની કહાણી સમજવા માટે ગ્વાલિયર રાજપરિવારનો ઈતિહાસ સમજવો જરુરી છે. મધ્ય પ્રદેશની રાજનીતિમાં ભલે માધવરાવ સિંધિયા અને જ્યોતિરાદિત્યએ કૉંગ્રેસમાં સક્રિયતા પરંતુ જીવાજી રાવ સિંધિયા, રાજમાતા વિજયરાજે, યશોધરા રાજે સિંધિયા અને રાજસ્થાનમાં વસુંધરા રાજે આ પરિવારના કેટલાક નામોમાંથી છે જે હિન્દુ મહાસભા, જનસંઘ અને હવે બીજેપીમાં રહીને કૉંગ્રેસ વિરોધી રાજનીતિના કદાવર ચહેરા માનવામાં આવે છે.


  રાજમાતા વિજયારાજેનાં રાજકીય જીવનની શરૂઆત ભલે કૉંગ્રેસથી થઈ પરંતુ પાર્ટી છોડ્યા બાદ તેઓએ ક્યારેય કૉંગ્રેસ સાથે સમજૂતી ન કરી અને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર તોડી નાખવાનું કામ પણ કરી દીધું. માત્ર 48 વર્ષની ઉંમરે જીવાજી રાવનું નિધન થયું હતું.


  રાજમાતાએ એકલા જ રિયાસત, પરિવાર અને રાજનીતિ ત્રણેય સંભાળ્યા. હાલ ભાઈ ધ્યાનેદ્ર સિંહ, ભાભી માયા સિંહ, દીકરી વસુંધરા રાજે સિંધિયા અને યશોધરા રાજે બીજેપી તરફથી તેમના વારસાને આગળ વધારી રહ્યા છે. જ્યારે જ્યોતિરાદિત્યએ માધવરાવ સિંધિયાનો વારસો આગળ વધાર્યો.


  1980માં માતા-દીકરા સાથે તિરાડ વધી ગઈ - 12 ઑક્ટોબર 1980માં રાજમાતાના 60મા જન્મદિવસ પર એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેઓએ માધવરાજને સંપત્તિની વહેંચણી કરવા માટે વાત કરી હતી. ત્યારબાદથી માતા-દીકરાના સંબંધો એટલા ખરાબ થઈ ગયા કે રાજમાતાની બીમારી સમયે પણ માધવરાવ મળવા ન ગયા. 25 જાન્યુઆરી 2001ના રોજ રાજમાતાના દેહાંત બાદ સામે આવેલા વીલમાં માધવરાવ અને જ્યોતિરાદિત્યને અબજો રૂપિયાની સંપત્તિથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વીલના હિસાબથી તેઓએ પોતાની દીકરીઓને તમામ ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓ આપી હતી અને સંભાજી રાવ આંગરેને વિજયરાજે સિંધિયા ટ્રસ્ટના અધ્યક્ષ બનાવી દીધા.


  સંબંધો એટલા ખરાબ થઈ ગયા હતા કે ગ્વાલિયરના જયવિલાસ પેલેસમાં રહેવા માટે તેઓએ માધવરાજ પાસે એક રૂપિયા વાર્ષિક ભાડાની માંગ કરી હતી. માધવરાવથી રાજમાતા એટલા નારાજ હતા કે 1985માં પોતાના હાથે જ લખેલી વીલમાં તેઓએ માધવરાવને અંતિમ સંસ્કારમાં સામે થવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. જોકે રાજમાતાના અંતિમ સંસ્કાર દીકરા માધવરાજે જ કર્યા હતા.
  Published by:user_1
  First published: