Home /News /gujarat /ગુજરાતમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડયો, અમદાવાદમાં એપ્રિલમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડયો, અમદાવાદમાં એપ્રિલમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું

એરપોર્ટ સર્કલથી તાજ હોટલ જવાના રસ્તે કલાપી સર્કલ પાસે પવનના કારણે મોટું તોતિંગ ઝાડ પડી ગયું હતું. શહેરમાં વહેલી સવારે 27 ડિગ્રી તાપમાન વચ્ચે ઠંડી હવા ચાલી હતી. પરોઢે પવનના ભારે સુસવાટા વચ્ચે ઘરના ધાબા પર સુતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

April Weather :27 એપ્રિલ 1958નાં 46.2 સાથે ઓલટાઇમ હાઇએસ્ટ ગરમીનો રેકોર્ડ છે. જ્યારે આજનાં દિવસે અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી થવાની આગાહી કરવામાં આવે છે. ઉનાળો આ વખતે પ્રારંભથી જ લોકોને હંફાવી રહ્યો છે.

    અમદાવાદ: ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં એપ્રિલ માસની ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી વધુ અને અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને ઔપાર નોધાયું હતું. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ હજુ શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની શક્યતાઓ છે.ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં એપ્રિલ માસની ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી વધુ અને અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને ઔપાર નોધાયું હતું. બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ હજુ શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની શક્યતાઓ છે.
    5-10 એપ્રિલ 201241.4
    29 એપ્રિલ 201342.4
    29 એપ્રિલ 201443.2
    28 એપ્રિલ 201543.3
    30 એપ્રિલ 201643.6
    30 એપ્રિલ 201843.1
    30 એપ્રિલ 202043.8
    27-28 એપ્રિલ 202142.9

    27 એપ્રિલ 1958નાં 46.2 સાથે ઓલટાઇમ હાઇએસ્ટ ગરમીનો રેકોર્ડ છે. જ્યારે આજનાં દિવસે અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી થવાની આગાહી કરવામાં આવે છે. ઉનાળો આ વખતે પ્રારંભથી જ લોકોને હંફાવી રહ્યો છે.

    આ પણ વાંચો- ગુજરાત માટે ખતરાની ઘંટી! વડોદરામાં મળ્યો XE વેરિઅન્ટનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ કરી પુષ્ટિ

    ગુજરાતમાં ક્યાં કેટલી વધારે ગરમી?
    શહેરગરમી
    કંડલા44.5
    અમદાવાદ44.0
    અમરેલી44.0
    જૂનાગઢ44.0
    ગાંધીનગર43.8
    પાટણ43.8
    ડીસા43.8
    રાજકોટ43.7
    વડોદરા43.2
    ભૂજ42.4
    ભાવનગર40.6
    પોરબંદર39.8
    સુરત34.8

    રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલમાં સામાન્ય કરતાં 5 ડિગ્રી જેટલુ વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. વર્ષ-2012થી લઈને 2021 સુધી એપ્રિલ માસમાં અમદાવાદ શહેરમાં 44 ડિગ્રીએ ગરમી પહોચી નહોતી, પરંતુ આ વખતે 44 ડિગ્રીને પાર થઈ છે. એપ્રિલમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ વર્ષ-1958ની 27મી એપ્રિલે રચાયો હતો, આ દિવસે 46.2 ડિગ્રી ગરમી પડી હતી.
    અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmedabad Weather, April weather, Record High heat

    विज्ञापन
    विज्ञापन