Home /News /gujarat /Monsoon-2022: હવામાન વિભાગે આપી ખુશખબરી, કહ્યું- ચોમાસુ સામાન્ય રહેશે, દેશભરમાં થશે વરસાદ

Monsoon-2022: હવામાન વિભાગે આપી ખુશખબરી, કહ્યું- ચોમાસુ સામાન્ય રહેશે, દેશભરમાં થશે વરસાદ

monsoon rain - હવામાન વિભાગનું પૂર્વાનુમાન, દેશમાં જૂન થી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના

monsoon rain - હવામાન વિભાગનું પૂર્વાનુમાન, દેશમાં જૂન થી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના

નવી દિલ્હી : ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે (IMD)ગુરુવારે મોનસૂન 2022 (monsoon-2022)પર પ્રથમ ભવિષ્યવાણી કરી દીધી છે. દક્ષિણ પશ્ચિમી મોનસૂનના પૂર્વાનુમાન પર જણાવ્યું છે કે આ વર્ષે મોનસૂન સામાન્ય રહેશે. દર વર્ષે મોસમ વિજ્ઞાન વિભાગ (meteorological department)બે તબક્કામાં માનસૂનના (monsoon)વરસાદ (rain)પર પૂર્વાનુમાન જાહેર કરે છે. પ્રથમ ભવિષ્યવાણી એપ્રિલમાં થાય છે અને બીજી જૂનમાં થાય છે. પ્રથમ સ્ટેજમાં મોસમ વિભાગ તરફથી દેશમાં મોનસૂન સિઝન (જૂન-સપ્ટેમ્બર) દરમિયાન થનાર વરસાદનું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવે છે. આઈએમડીના મતે વરસાદના 1971-2020ના ગાળાના 87 સેન્ટીમીટર દીર્ધાવધિ એવરેજ (એલપીએ) 96થી 104 ટકા રહેવાની સંભાવના છે. જેનાથી દેશભરમાં વરસાદ થશે.

મોસમ વિજ્ઞાન વિભાગના મતે પૂર્વોત્તર ભારતના ઘણા ભાગોમાં, ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને દક્ષિણી પ્રાયદ્વિપના દક્ષિણી ભાગમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન એવરેજ વરસાદ હવે 868.6 મીમી માનવામાં આવશે, પહેલા 880.6 મીમી હતી. જ્યારે ખાનગી એજન્સી સ્કાઇમેટે પણ ભારતમાં સામાન્ય મોનસૂનની ભવિષ્યવાણી કરી છે. તેમના મતે સામાન્ય વરસાદની 65% આશા છે. તેનાથી કૃષિ ક્ષેત્રને લાભ મળશે. વરસાદ જૂન અને જુલાઇમાં વાવણીના સમયે વરસાદ સમયસર આવી જશે. એજન્સીએ કહ્યું કે આ ભારતના કૃષિ ક્ષેત્ર માટે સારો સંકેત છે.

મોસમ વિભાગના પૂર્વાનુમાને સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં સારો વરસાદ થશે. ઉત્તર ભારતમાં સામાન્યથી વધારે વરસાદનો અંદાજ લગાવવામાં આવ્યો છે. પૂર્વોત્તરના કેટલાક વિસ્તારમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે. મોનસૂન પર લા નીનાની અસર પણ જોવા મળશે. ઉત્તર, મધ્ય ભારત, હિમાલયની તળેટી અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગમાં સામાન્યથી વધારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો - પંજાબમાં 300 યૂનિટ મફત વીજળી આપવાનો AAP ના વાયદો હાલ અભરાઇએ, PSPCL એ હાથ અદ્ધર કરી દીધા

દિલ્હીમાં જુલાઈમાં સૌથી વધારે વરસાદ

જાણકારી પ્રમાણે દિલ્હીમાં જુલાઇમાં સૌથી વધારે વરસાદ રહેશે. આ દરમિયાન ઘણો વરસાદ થઇ શકે છે. દિલ્હીમાં સામાન્ય રીતે મોનસૂન 26 થી 27 જૂન સુધી પહોંચે છે. આ પહેલા દિલ્હીમાં પ્રી-મોનસૂનની ગતિવિધિઓ થશે. આ વખતે લા નીનાના કારણે વરસાદ પર અસર રહેશે. જોકે ઓગસ્ટ આવતા આવતા લા નીના ન્યૂટ્રલ કંડિશનમાં પહોંચી જશે.
" isDesktop="true" id="1199216" >

જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદનું અનુમાન

ભારતીય હવામાન વિભાગ દ્વારા કોઈ પણ ઋતુ શરૂ થાય તેના પહેલા લાંબા ગાળાની આગાહી કરતા હોય છે. ત્યારે દેશમાં ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે.દેશમાં જૂન થી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે. 99 ટકાથી 5 ટકા ઓછો અથવા વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Monsoon forecast, Monsoon News, Monsoon season

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો