Home /News /gujarat /Illegal Immigration: કબૂતરબાજીમાં ગુજરાત ભાજપના ટોચના નેતા-કાર્યકરોના નામ ઉછળ્યા, PMO સુધી પહોંચ્યો રેલો!

Illegal Immigration: કબૂતરબાજીમાં ગુજરાત ભાજપના ટોચના નેતા-કાર્યકરોના નામ ઉછળ્યા, PMO સુધી પહોંચ્યો રેલો!

ગુજરાતના કબૂતરબાજીના કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતા

Illegal immigration Case: બોબી પટેલ અને યોગેશ પટેલની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. કબૂતરબાજીમાં બોબી અને યોગેશ પટેલ સાથે ભાજપના નેતા અને કાર્યકરોની સીધી સાંઠગાંઠમાં અંદરની વાત બહાર આવી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં છેવટે રાજય મોનિટરિગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જવાહર દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સિવાય અન્ય બે પોલીસકર્મીઓ પણ સસ્પેન્ડ થયા છે. બીજી તરફ પોલીસ દ્વારા કબૂતરબાજીમાં ધરપકડ કરાયેલા બોબી પટેલ તથા યોગેશ પટેલની સંડોવણીમાં ભાજપના નેતાઓ તથા કાર્યકરોની પણ સાંઠગાંઠ બહાર આવતા હવે સમગ્ર મામલો પ્રધાનમંત્રીના કાર્યાલય (PMO) સુધી પહોચ્યો છે.

સચિવાલયના ટોચના સૂત્રોએ કહયું હતું કે , પ્રદેશ ભાજપના એક ટોચના હોદ્દેદાર, સોશ્યલ મીડિયા ટીમના કાર્યકર તથા આઈટી સેલના કાર્યકર પણ કરોડની મલાઈ તારવી લેવામાં આ કબૂતરબાજીના કરોડોના કૌભાંડમા સામેલ છે. ભાજપના આ નેતાઓ ખુલ્લેઆમ કમલમ તથા તેની બાહર આ કબૂતરાબાજીના કૌભાંડીઓ સાથે જલસા કરતાં જોવા મળ્યા છે. એટલું જ નહીં સંગઠ્ઠનની છત્રછાયા તમારી પર છે એટલે અમારો વાળ પણ વાંકો નહીં થાય, તેવી  ફિસીયારીઓ મારતા પણ જોવા મળ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં અંગદાનઃ કિડના રોગથી પીડિતા દર્દીઓનું વેઈટિંગ ઊંચું

હવે પોલીસે આ લોકોની ધરપકડ કરી છે ત્યારે તેના તાર ભાજપના નેતાઓ સુધી પહોંચતા સમગ્ર મામલો ભાજપના દિલ્હી દરબાર સુધી પહોચી ગયો છે. બીજી તરફ સીએમઓ તરફથી સ્થિતિ પર બારિકાઈથી નજર રાખવામાં આવી રહી છે, દાદા આ કેસમાં કોઈને બચાવવાના મૂડમાં નથી. તેવી જાણકારી પણ મળી રહી છે.

બોબી પટેલ તથા યોગેશ પટેલની સાથે ભાજપના કેટલાંક નેતાઓનો ઘરોબો છે. કમલમમાં પણ તેમની અવરજવર હતી. એટલું જ નહીં , કબૂતરબાજીમાં કમાયેલા નાણાની મલાઈ આ નેતાઓને પણ મળી છે. ભાજપના સોશ્યલ મીડિયા તથા આઈટી સેલના કાર્યકરો એક યા બીજી રીતે કૌભાંડકારી તત્વો સાથે સંકળાયેલા છે. પાછલા એકાદ - દોઢ વર્ષમાં ઓછામાં ઓછા દોઢથી બે કરોડ લઈને અમદાવાદ , ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના સંખ્યાબંધ લોકો નકલી પાસપોર્ટ તથા કેનેડાથી અથવા તો મેકિસકોથી અમેરિકામાં ધૂસ્યા છે.  આ સમગ્ર કૌભાંડમાં બોબી પટેલ તથા યોગેશ પટેલની ભૂમિકા બહાર આવી છે.

બોબી પટેલ પાસેથી 30 કરોડનો તોડ થયાનો આક્ષેપ


સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિકારીઓ દ્વારા તાજેતરમાં ભરત પટેલ ઉર્ફે બોબી પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 30 કરોડની રકમનો તોડ કરાયો છે. જયારે સમગ્ર મામલો સ્ટેટ મોનીટરીંગ સેલના સિનિયર અધિકારીઓના ધ્યાને આવ્યો ત્યારે તેમણે પ્રાથમિક તપાસ હાથસધરી હતી. જેમાં જીએચ દહિયાની સંડોવણી બહાર આવી છે. બોબીની પૂછપરછમાં કેટલાંક નકલી પાસપોર્ટ બનાવનાર વીઝા એજન્ટોની માહિતી બાહર આવી હતી. તે તમામ પાસેથી ધમકી આપીને ધરપકડ નહીં કરવાના બહાને આટલી મોટી રકમ ઉધરાવી લેવાઈ છે.

પોલીસ ઇન્સ્પેક્ટર  જી એચ દહિયા રાજયના સેવા નિવૃત્ત થઈ રહેલા પોલીસવડા આશિષ ભાટિયાનીનજીકમાં મનાય છે.  બોબી પટેલ પાસેથી 69 જેટલા નકલી પાસપોર્ટ મળી આવ્યા છે. જેના આધારે કેટલાંયે ઉત્તર ગુજારતના લોકો દોડ દોઢ કરોડ આપને અમેરિકા નાસી જવાની પેરવીમા હતા. આ તરફ ભરૂચમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિગ સેલના પોલીસ અધિકારીઓની જાસૂસી કરીને આ માહિતી બહાર આપવાના મામલે મયૂર ખુમાણ તથા અશોક સોલંકીને સસ્પેન્ડ કરાયા છે.
Published by:Tejas Jingar
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarat police, Gujarati news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन