નવી દિલ્હી: બ્રોકરેજ હાઉસ IIFLનું માનવું છે કે ભારતના એન્જિનિયરિંગ સેવાઓ (ER&D Services) ઉદ્યોગ માળખાકીય રીતે મજબૂત દેખાય છે. લાંબાગાળે આ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી શકે છે. વૈશ્વિક સ્તરે વધતા ડિજિટલ ER&D ખર્ચ, આઉટસોર્સિંગનો અવકાશ, પ્રતિભાની ઉપલબ્ધતા અને વેલ્યૂ ચેનમાં વૃદ્ધિથી આ ક્ષેત્રને ફાયદો થશે. IIFL કહે છે કે ઐતિહાસિક રીતે ER&D સેવાઓ સાથે સંકળાયેલી કંપનીઓ અન્ય IT કંપનીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે.
L&T ટેક્નોલોજી સર્વિસિસ માટે અભિપ્રાય
IIFLનું માનવું છે કે રોકાણકારોએ 5,800 રૂપિયાના લક્ષ્ય સાથે L&T ટેક્નોલોજી સર્વિસિસ ( L&T Technology Services ltd)માં ખરીદી કરવી જોઈએ. કંપનીને વિવિધ ક્ષેત્રોમાં તેના વર્ચસ્વ અને સારા ક્લાયન્ટ બેઝનો ફાયદો થશે. આ ઉપરાંત આ સ્ટોક હાલમાં TELX/KPIT જેવા તેના સમકક્ષોની તુલનામાં સારા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. IIFLનું માનવું છે કે કંપનીના બિઝનેસમાં સારી વૃદ્ધિ જોવા મળશે. આને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ તેમાં રોકાણ કરવું જોઈએ.
Cyient માટે Buy રેટિંગ
આ સિવાય IIFLએ Cyient (CYL) શેર માટે તેનું રેટિંગ Add થી વધારીને BUY કર્યું છે. આ માટે 1,280 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે કંપની યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ રહી છે, જેનાથી તેને ફાયદો થશે. હાલમાં તે પણ સારા વેલ્યુએશન પર હોવાનું જણાય છે.
આપને જણાવી દઈએ કે, ગુરુવારા આ શેર NSE પર 2.26 ટકા એટલે કે 108.90 રૂપિયા વધીને 4,930ના સ્તર પર બંધ રહ્યો હતો. શેર રૂપિયા 4,920ના સ્તર પર ખુલ્યો હતો, બુધવારના વેપારમાં શેર રૂ. 4,821.10 પર બંધ થયો હતો. આ શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 2,475.00 છે, જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 5,955.50 પર છે.
Cyientનો સ્ટોક ગુરુવારે NSE પર 1.34 ટકા એટેલ કે 12.05 રૂપિયા ઘટીને રૂ. 884ના સ્તર પર બંધ રહ્યો હતો. શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 621.25 છે, જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 1,292.00 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 9,809 છે.
(ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના વિચાર અને રોકાણ માટેની સલાહ તેમની વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેમના મેનેજમેન્ટની નહીં. ન્યૂઝ18 ગુજરાતી યૂઝર્સને રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર