Home /News /gujarat /Tax: આ તારીખ પહેલાં ટેક્સ ભરશો તો આકર્ષક રિબેટ મળશે, જાણો સરકારની બે જાહેરાત

Tax: આ તારીખ પહેલાં ટેક્સ ભરશો તો આકર્ષક રિબેટ મળશે, જાણો સરકારની બે જાહેરાત

ટેક્સ ભરવા મામલે સરકારની આકર્ષક જાહેરાત

Tax: રાજ્ય સરકારે નાગરિકોની સુવિધા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દરમિયાન પ્રોત્સાહક વળતર યોજનામાં વધુ એક લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગરઃ રાજ્ય સરકારે નાગરિકોની સુવિધા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દરમિયાન પ્રોત્સાહક વળતર યોજનામાં વધુ એક લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકારે 31 માર્ચ, 2022 સુધી કે તે પહેલાના બાકી તમામ વેરા 31મી માર્ચ, 2023 સુધીમાં ભરપાઈ કરનારા નાગરિકોને નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરંટ ફીમાંથી 100 ટકા માફી આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. 2023-24ના વર્ષના વેરાની રકમ 30 જૂન, 2023 સુધીમાં એડવાન્સ ભરનારા કરદાતાને 10 ટકા રિબેટ મળવાપાત્ર થશે. ઓનલાઇન પોર્ટલથી એડવાન્સ ટેક્સ ભરનારા લોકને વધારાનું પાંચ ટકા રિબેટ આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકીના વેરા ભરપાઈ કરવા માટે રાહત આપતા બે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’ જાહેર કરી છે. આ સંદર્ભે વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયોની સરકારે જાહેરાત કરી છે.


મુખ્યમંત્રીના નિર્ણય પ્રમાણે, જે કરદાતાઓ તેમની મિલકત ઉપર 31મી માર્ચ, 2022 સુધીના કે તે પહેલાંના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ 31 માર્ચ, 2023 સુધીમાં ભરપાઇ કરે તો તેમને નોટિસ ફી, વ્યાજ, પેન્લટી અને વોરંટ ફીની રકમ 100 ટકા માફ કરી દેવાશે.

આ પણ વાંચોઃ વિશ્વનો સૌથી વિચિત્ર મેળો, એકપણ રૂપિયા વગર અઢળક વસ્તુઓ મળે છે!

અન્ય નિર્ણય મુજબ, આગામી નાણાંકીય વર્ષ 2023-24ના વેરાની રકમ 30 જૂન-2023 સુધીમાં એડવાન્સ ટેક્સ ભરી દે તેવા કરદાતાઓને ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’ અંતર્ગત 10 ટકા રિબેટ આપવામાં આવશે. આ વેરાની એડવાન્સ રકમ 30 જૂન, 2023 સુધીમાં મોબાઇલ એપ્લિકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઈ કરે તેવા કરદાતાને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે. એટલે કે, ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકોને કુલ મળીને 15 ટકા રિબેટ વર્ષ 2023-24ના ભરવાપાત્ર વેરાની રકમ 30 જૂન-2023 સુધીમાં એડવાન્સ ચૂકવવા ઉપર મળશે.

મુખ્યમંત્રીના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્સ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળશે. એટલું જ નહીં, ઓનલાઇન ટેક્સ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરકબળ મળશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Income Tax Return, Tax, Tax rebate, Tax Return

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन