Diwaliમાં સૌરાષ્ટ્રની આ જગ્યાએ ફરવા જશો તો થશે પૈસા વસૂલ

News18 Gujarati
Updated: October 29, 2019, 10:24 AM IST
Diwaliમાં સૌરાષ્ટ્રની આ જગ્યાએ ફરવા જશો તો થશે પૈસા વસૂલ
ગીર નેશનલ પાર્કની તસવીર

સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો છે જ્યાં લોકોને ધાર્મિક, ઐતિહાસિક, એડવેન્ચર, મસ્તી અને આનંદ એક જ પ્રવાસ દરમિયાન મળી શકે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ Diwali vacation 2019 શરૂ થયું છે ત્યારે લોકો પોતાની રીતે ફરવા નીકળી જતા હોય છે. ક્યારેક ક્યાં જવું એની પણ મૂંઝવણ અનુભવતા હોય છે ત્યારે અમે તમને જણાવિશું કે આ દિવાળી વેકેશનમાં તમારે ક્યાં ફરવા જવું જેથી તમને પુરો આનંદ પણ મળે અને તમારા પૈસા પણ વસૂલ થાય.

દ્વારકા (Dwarka):-

'એકવાર ભૂલો પડને ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા' આ કહેવતને સાર્થક કરતો સૌરાષ્ટ વિસ્તાર ગુજરાતમાં ફરવા લાયક વિસ્તારો પૈકી એક છે. જેમાં દ્વારકા પણ એક સ્થળ છે.  ભગવાન શ્રીકૃષ્ણાના ધામ તરીકે જાણિતી દ્વારીકા નગરીમાં (Lord shree krishna) ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ 500 વર્ષ પહેલા મહાપ્રભુ સંત વલ્લભાચાર્યએ કરાવ્યું હતું. મૂળ દ્વારકા, ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા એમ દ્વારકા ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. અહીં પહોંચીને તમને ભક્તિની અનોખી મહેક આવશે.

ભાવનગર (Bhavnagar):-

સૌરાષ્ટ્રનું જાણિતું પ્લેસ એટલે ભાવનગર અહીં તમને કલાના અદભૂત નમુનાઓ જોવા મળશે. ભાવનગર દરમિયાન કિનારે આવેલું શહેર છે અહીં તમને ઐતિહાસિક જગ્યાઓની સાથે પૌરાણિક મંદિરો અને ભાતીગળ સંસ્કૃતિનો આનંદ માણવા મળશે. ભાવનગરમાં જોવા લાયક સ્થળોમાં નીલમબાગ પેલેસ મંગલસિંગજી મહેલ, ભાવ વિલાસ પેલેસ વગેરે જોવા મળશે. આ સિવાય અહીં વિશાળ દરિયા કિનારાની પણ મજા માણી શકશો.

સોમનાથ (Somnath):-ગુજરાતમાં ભક્તિની વાત આવે એટલે સોમનાથનું નામ ચોક્કસ લેવાય. અહીં બારમાંથી એક જ્યોતિર્લિંગ (Jyotirling) આવેલું છે. આ મંદિર દરિયા કિનારા પર આવેલું છે. સોમનાથ મંદિરે પહોંચીને તમારા કણે-કણમાં ભક્તિની ધૂન છવાઇ જશે. સોમનાથ મંદિરની પાસે કામનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે.

ગીર નેશનલ પાર્ક (Gir National Park):-
ગીર નેશનલ પાર્ક સિંહ જોવા માટે જાણિતી જગ્યા છે. અહીં ગીરના જંગલોમાં લઇ જઇને સિંહના દર્શન કરાવવામાં આવે છે. ગીરનું જંગલ 16જૂથી 15 ઑક્ટોબર દરમિયાન બંધ રહે છે. આ સિવાય વર્ષના અન્ય સમયમાં ગીર જંગલનું એડવેન્ચર કરી શકાય છે. આના માટે ગીર નેશનલ પાર્ક (Gir National Park)ની વેબસાઇટ ઉપર ઑનલાઇન બૂકિંગ (Online booking) પણ કરાવી શકાય છે. જેમાં પ્રવાસીઓને ખુલ્લી જીપમાં ફેરવીને સિંહ અને પ્રકૃકિના દર્શન કરાવવામાં આવે છે. ગીર સેન્ચ્યુરીમાં એશિયાટિક લાયનની (Asiatic Lion) સાથે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવાનો લ્હાવો મળે છે.

દિવ-દમણ (Diu-Daman)

જો બીચની મજા લેવી હોય તો તમારા માટે દમણ એક સારો ઓપ્શન છે. દમણમાં તમને બીચ ઉપર વિવિધ એક્ટિવિટી પણ કરવા મળશે. આ બંને સ્થળો એક સાથે આવેલા હોવાની ભૂલ ઘણાં લોકોને છે. પરંતુ દમણ ગુજરાતના દક્ષિણભાગમાં  સુરત અને મુંબઇની વચ્ચે આવેલું છે. જેનું સુરતથી 124 કિલોમિટરનું અંતર છે. જ્યારે દિવ સૌરાષ્ટમાં સોમનાથથી 60 કિલોમિટરના અંતરે આવેલું છે. આ બંને વિસ્તરો કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને બંને સ્થળો ઉપર સુંદર બીચ આવેલા છે. ગુજરાતમાં દારુબંધી છે. પણ ગુજરાતને અડીને આવેલા આ બંને પ્રદેશોમાં  દારુ ઉપર પ્રતિબંધ નથી. દિવ અને દમણની વચ્ચે 690 કિલોમિટરનું અંતર છે.
First published: October 29, 2019, 10:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading