Home /News /gujarat /30 જૂન પહેલા પતાવી લો આ કામ, નહિતર બેંક લોન આપવાથી કરી દેશે ઈનકાર
30 જૂન પહેલા પતાવી લો આ કામ, નહિતર બેંક લોન આપવાથી કરી દેશે ઈનકાર
30 જૂન પહેલા પતાવી લો આ કામ
સીબીડીટીએ કહ્યું કે, જો પાનને આધાર સાથે લિંક કરવામાં ન આવ્યું તો, ટેક્સપેયર્સને બેંકો અને અન્ય નાણાકીય પોર્ટલ પર પરેશાની થઈ શકે છે, કારણ કે, પાનથી ઘણી કેવાયસી સંબંધિત કામ નહિ કરી શકો.
નવી દિલ્હીઃ સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની મર્યાદા વધારી દીધી છે. જે લોકોએ હજુ સુધી આ કામ કર્યું નથી, તેમનું પાન કાર્ડ 30 જૂન સુધી ચાલું રહેશે. જો કે, 30 જૂન પછી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. ત્યારબાદ ઘણી એવી સેવા છે જેનો લાભ મળતો બંધ થઈ જશે. આઈડીએફસી ફર્સ્ટ બેંકે તેના ગ્રાહકોને કહ્યું કે, ઈનકમ ટેક્સ વિભાગ મુજબ 30 જૂન સુધી પાન-આધાર લિક કરવું પડશે. એવું નહિ થવા પર કોઈ વ્યક્તિને નવી લોન આપવામાં આવશે નહિ.
આ ઉપરાંત 30 જૂન સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા પર ઘણી અન્ય સેવાઓ બંધ થઈ જશે-
1. કોઈ પણ વ્યક્તિ નિષ્ક્રિય પાન કાર્ડનો ઉપયોગ કરીને ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશે નહિ.
સીબીડીટીના પરિપત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિનું પાન નિષ્ક્રિય થઈ જાય છે, તો માનવામાં આવશે કે, તેણે પાન નંબર આપ્યો નથી. સીબીડીટીએ તે પણ કહ્યું કે, જો પાનને આધાર સાથે લિંક કરવામાં ન આવ્યું તો, ટેક્સપેયર્સને બેંકો અને અન્ય નાણાકીય પોર્ટલ પર પરેશાની થઈ શકે છે, કારણ કે, પાનથી ઘણી કેવાયસી સંબંધિત કામ નહિ કરી શકો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર