Home /News /gujarat /

હાર્દિક પટેલમાં હવે તાકાત હોય તો 5,000 પાટીદાર ભેગા કરી બતાવે: લાલજી પટેલ

હાર્દિક પટેલમાં હવે તાકાત હોય તો 5,000 પાટીદાર ભેગા કરી બતાવે: લાલજી પટેલ

લાલજી પટેલની ફાઇલ તસવીર

કોંગ્રેસનો ખેંસ ધારણ કરેલા હાર્દિકને એક સમયના સહયોગી અને એસપીજીના પ્રમુખ લાલજી પટેલનો પડકાર

    ન્યૂઝ 18 ગુજરાતી: પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં એન્ટ્રી લેનાર હાર્દિક પટેલે આજે વિધિવત રીતે કોંગ્રેસનો ખેંસ ધારણ કરી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હાર્દિકના રાજકારણ પ્રવેશની સાથે જ એક સમયના સાથી અને એસપીજીના પ્રમુખ લાલજી પટેલે હાર્દિકને પડકાર ફેક્યો છે કે હાર્દિકમાં તાકાત હોય તો હવે 5,000 પાટીદારોને ભેગા કરી બતાવે

    લાલજી પટેલે એક પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલે સમાજને ગેરમાર્ગે દોર્યો છે, હવે તેનામાં તાકાત હોય તો 5,000 પાટીદાહરો ભેગા કરી બતાવે. લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પાટીદારો વિરોધ કરશે.

    ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે ઘણા સમય પહેલાં પાસના નેતા તરીકે અલ્પેશ કથીરિયાને કમાન સોંપી અને રાજકારણમાં પ્રવેશનો ઇશારો આપ્યો હતો. ભાજપ સતત આક્ષેપો કરી રહ્યું હતું કે હાર્દિકે પાટીદાર આંદોલન કોંગ્રેસના ઇશારે ચલાવ્યું હતું. આ બધાની વચ્ચે હાર્દિકના જ એક સમયના સાથી લાલજી પટેલે તેને પડકાર ફેંકતા વાતાવરણ ગરમાયું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genral Election 2019, Lok sabha election 2019, કોંગ્રેસ, રાજકારણ, લાલજી પટેલ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર