Home /News /gujarat /સારા સમાચાર : કોરોનાનો ખાત્મો બોલાવવા ગુજરાત યુનિવર્સિટીએ શોધેલી દવાને ICMRની મંજૂરી

સારા સમાચાર : કોરોનાનો ખાત્મો બોલાવવા ગુજરાત યુનિવર્સિટીએ શોધેલી દવાને ICMRની મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

Coronavirus news : ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગે તૈયાર કરેલી દવાને 40 કોરોનાગ્રસ્ત દર્દીઓ પર ટ્રાયલ કરવામા આવ્યું હતું. જે અસરકારક નિવડતા તેને ત્રીજા ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરની (coronavirus third wave) શક્યતાઓ જોવાઇ રહી છે. જોકે આ લહેર આવે તે પહેલાં ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University)લાઈફ સાયન્સ વિભાગ દ્વારા એક દવા (Coronavirus medicine)શોધી કાઢવામાં આવી છે. આ દવાને ICMRની ત્રીજા ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. કોરોના સામે લડવા ઇમ્યુરાઇઝ આયુર્વેદિક દવાને ત્રીજા ટ્રાયલની મંજૂરી મળી છે. બીજા ટ્રાયલ દરમિયાન પોલીસ કર્મીઓ, પેરામેડીકલ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ વચ્ચે પ્રયોગ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગે તૈયાર કરેલી દવાને 40 કોરોનાગ્રસ્ત દર્દીઓ પર ટ્રાયલ કરવામા આવ્યું હતું. જે અસરકારક નિવડતા તેને ત્રીજા ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે. હવે આ દવાને માર્કેટ સુધી પહોંચાડવાની તૈયારી ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યા છે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં આ પ્રકારે વૈશ્વિક કક્ષાનું થયેલ સંશોધનને રાજ્ય માટે ગર્વની બાબત છે. બજારમાં આ આયુર્વેદિક દવા સીરપના સ્વરૂપમાં મળશે. કોરોના સમયે પોલીસ, ડોકટર, મેડિકલ સ્ટાફ અને ધન્વંતરી હોસ્પિટલના સ્ટાફ સહિત 2500 જેટલા લોકો પર દવાનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - ખેડૂતો માટે માઠા સમાચાર: રાજ્યમાં પાંચ દિવસ સારા વરસાદની શક્યતા નહીવત

ક્લિનિકલ ટ્રાયલ અને ડેટા પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુદરતી સંશોધન કરીને દવા બનાવવામાં આવી છે. હ્યુમન એથીકલ અને બાયોલોજીકલ એથીકલ કમિટીમાં દવાનું સ્ક્રીનિંગ કરીને આગળની પ્રકિયા કરવામાં આવી છે. આ દવા સામાન્ય દવાની જેમ જ હશે જેને કોરોનાથી સંક્રમિત વ્યક્તિએ દિવસમાં 3 વાર લેવાની રહેશે. દવાના કારણે વ્યક્તિની ઇમ્યુનિટી વધશે. આયુર્વેદિક દવા હોવાને કારણે કોઈ આડઅસર પણ નથી.

ICMR દ્વારા મંજૂરી મળતાં હવે દવા બજારમાં મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ ઇમ્યુરાઇઝ દવા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરતું હોવાથી મ્યુકરમાઇકોસિસ જેવા અન્ય રોગની શક્યતા નહિવત હોવાનો દાવો પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ કર્યો છે.

સોમવારે કોરોનાના 14 કેસ

રાજ્યમાં મંગળવારે 24 કલાકમાં કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા હતા. જેની સામે 25 દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10079 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,31,68,497 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,01,845 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, ICMR, ગુજરાત યુનિવર્સિટી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन