Home /News /gujarat /

IAS દહિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, નોટિસનો જવાબ ન આપતા ફરિયાદ નોંધાવાની વકી

IAS દહિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, નોટિસનો જવાબ ન આપતા ફરિયાદ નોંધાવાની વકી

ગૌરવ દહિયાને ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ અપાઈ હતી.

ગૌરવ દહિયાને ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ અપાઈ હતી.

  ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. દિલ્હીની મહિલા લીનુ સિંઘે દહિયા સામે છેતરપીંડીની ફરિયાદ કરી હતી. આ મામલે ગૌરવ દહિયા સામે ગુજરાત સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. દરમિયાન મહિલાની ફરિયાદના આધારે દહિયાને નોટિસ પાઠવવામાં આવી હતી. દહિયાને ગૌરવ દહિયાને ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ અપાઈ હતી. જોકે તે હાજર રહ્યાં ન હતાં.પોલીસની ત્રીજી નોટિસને પણ ન ગણકારીને અધિકારી હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ આપી છે. જો દહિયા પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધી શકે છે.

  દહિયા સામે દિલ્હીની મહિલાએ કરેલા આક્ષેપો સંદર્ભે નિવેદન નોંધાવવા માટે સેકટર- 7 પોલીસે નોટિસ પાઠવીને સાત દિવસમાં હાજર થવા જણાવ્યું હતું. નોટિસની મર્યાદા પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે પોલીસે શનિવારે બીજી, સોમવારે ત્રીજી નોટિસ આપી હતી. બીજી નોટિસનો સમય પૂર્ણ થાય તે પહેલાં દહિયાએ નાદુસ્ત તબિયતનું કારણ દર્શાવી છ દિવસનો સમય માગ્યો હતો. જોકે, પોલીસે તેમને મંગળવાર સુધીમાં હાજર થવા જણાવ્યું હતું અને આ અંગેની નોટિસ સેકટર-૧૯ ખાતેના તેમના નિવાસ સ્થાને ચોંટાડી હતી. જે કે તે હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ આપી છે જો હાજર નહીં રહે તો ગુનો નોધાશે.

  આ પણ વાંચો :  અમદાવાદઃ મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારામારી

  તપાસ સમિતિએ પૂછપરછ કરી હતી
  ગયા અઠવાડિયે સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતા. જ્યાં દહિયાની છથી સાત કલાક મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી. જોકે દહિયા પોલીસ સમક્ષ હાજર થતા નથી. તે સિવાય અગાઉ અહીંથી પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ લીધું હતું.

  આ પણ વાંચો :   સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતો હાઇવે રૂ 1700 કરોડનાં ખર્ચે સિક્સ-લેન બનશે

  શું છે મામલો
  દિલ્હીની મહિલા લીનુ સિંઘે ગુજરાત કેડરના આઈ.એ.એસ ગૌરવ દહિયા સામે આક્ષેપ કર્યા છે કે દહિયાએ તેમની સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ છેતરપિંડી કરી હતી. જ્યારે દહિયાએ સામે ફરિયાદ કરી છે કે પોતે પરિણીત હોવા છતાં મહિલાએ તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યુ હતું.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Complain, IAS Gaurav Dahiya, Police case, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन