ICARI Recruitment 2022 : આઈએઆરઆઈમાં નવી ભરતી, 35,000 સુધી મળશે સેલેરી
IARI Recruitment 2022 : ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (The Indian Agricultural Research Institute -IARI) માં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે.
IARI Recruitment 2022: ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (The Indian Agricultural Research Institute -IARI) માં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) એ સાયન્ટિફિક એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ/ફિલ્ડ વર્કર, JRF/પ્રોજેક્ટ એસોસિયેટ-I વગેરે પદો પર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી કરવા માંગતા લાયક ઉમેદવારોઆ લેખ અંતર્ગત આપેલી તમામ વિગતો વાંચ્યા પછી પોતાની યોગ્યતા અનુસાર ખાલી પડેલા ઉપરોક્ત પદો માટે અરજી કરી શકે છે.
શૈક્ષમિક લાયકાત: ઉમેદવારોએ પ્લાન્ટ પેથોલોજી / બાયોટેકનોલોજી / મોલેક્યુલર બાયોલોજીમાં માસ્ટર ડિગ્રી અથવા બેઝિક સાયન્સ (વનસ્પતિશાસ્ત્ર અને સંલગ્ન વિજ્ઞાન) માં માસ્ટર ડિગ્રી (પીજી) નીચેની કોઈપણ એક પસંદ કરેલી હોવી જોઈએ
લેક્ચરશિપ (આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ) અને GATE સહિત CSIR-UGC NET દ્વારા નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ દ્વારા પસંદ કરાયેલા સ્કોલર્સ.
કેન્દ્ર સરકારના વિભાગો અને તેમની એજન્સીઓ અને સંસ્થાઓ જેમ કે DST, DBT, DAE, DOS, DRDO, MHRD, ICAR, ICMR, IIT, IISc, IISER વગેરે દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ આપેલ ઉમેદવાર.
ખાલી પડેલા પદો વિશે વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઉમેદવારોએ IARI ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી. દરેક પોસ્ટ માટે એક અલગ ઈમેલ આઈડી પર અરજી કરવાની રહેશે, જેમાં ઉમેદવારે સંબંધિત દસ્તાવેજો સાથે તેનો વિગતવાર બાયોડેટા મોકલવાનો રહેશે. ઉમેદવારોએ વેબસાઇટ પર આપવામાં આવેલ સત્તાવાર સૂચના વાંચવી પડશે. જ્યાં તેઓ પસંદગી પ્રક્રિયા અને યોગ્યતા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર