26 મે, 2014થી જ બીજી વખત વડાપ્રધાન બનવા માટે આશ્વસ્ત છું : PM મોદી

News18 Gujarati
Updated: May 10, 2019, 8:40 AM IST
26 મે, 2014થી જ બીજી વખત વડાપ્રધાન બનવા માટે આશ્વસ્ત છું : PM મોદી
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

 2014માં જ્યારે એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે વડાપ્રધાન બનવા માટે તેણે શું કરવું જોઈએ ત્યારે પીએમ મોદીએ જવાબ આપ્યો હતો કે, "2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરો, ત્યાં સુધી તો હું જ સુરક્ષિત છું."

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યુ કે તેમને લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીત પર પૂરો વિશ્વાસ છે. પીએમ મોદીએ કહ્યું કે, '26મી મે 2014'ના રોજ જ્યારે મેં વડાપ્રધાન પદના શપથ લીધા હતા ત્યારે
જ મને વિશ્વાસ હતો હું બીજા કાર્યકાળ માટે પરત ફરીશ.

હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે ઇન્ટરવ્યૂમાં જ્યારે મોદીને પૂછવામાં આવ્યું કે શું તેઓ બીજા કાર્યકાળ માટે આશ્વસ્ત છે તો તેમણે કહ્યું કે, "બિલકુલ. 26મી મે, 2014ના પ્રથમ દિવસથી જ મને આ અંગે વિશ્વાસ હતો."

2014માં જ્યારે એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે વડાપ્રધાન બનવા માટે તેણે શું કરવું જોઈએ ત્યારે પીએમ મોદીએ જવાબ આપ્યો હતો કે, "2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરો, ત્યાં સુધી તો હું જ સુરક્ષિત છું."

વડાપ્રધાન મોદીએ એ વાતનો પણ ઇન્કાર કર્યો હતો કે 2019ની ચૂંટણીમાં આવી ધારણા નબળી પડી છે.

આ પણ વાંચો : ખિચડી સરકાર દેશમાં અસુરક્ષા અને અરાજકતા ફેલાવશેઃ PM મોદીઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પોતાની દરેક ચૂંટણી રેલીમાં એવું કહે છે કે જો તમે સ્થાનિક બીજેપી નેતાને વોટ આપશો તો તે મત મને આપ્યા બરાબર ગણાશે. આ વાક્ય સાથે રેલીનો અંત કરતા વડાપ્રધાન પોતાનો
બચાવ કરતા કહ્યુ કે આ લોકસભા ચૂંટણી પ્રદર્શન અને ધારણ પર લડવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ, 'પ્રદર્શનનો મારો મતલબ ભારત સરકારીની વિવિધ યોજનાઓથી છે, અને સ્થાનિક સાંસદો નીચે સુધી આ યોજનાઓને કાર્યાન્વિક કરવામાં સામેલ છે. આ ચૂંટણીમાં ફક્ત એક નામ જ કામ કરી રહ્યું
છે તેવી કહેવું બિલકુલ યોગ્ય નથી. નામ પણ ચાલી રહ્યું છે અને કામ પણ.'

આ પણ વાંચો : કોંગ્રેસનો પલટવાર, ચૂંટણીમાં IAFના વિમાનનો ટેક્સીની જેમ ઉપયોગ કરી રહ્યાં છે PM મોદી

ઉલ્લેખનીય છે કે News18 સાથે ખાસ વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે બીજેપી 2014ની સરખામણીમાં મોટા જનાદેશ સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યુ કે આ ચૂંટણીમાં એનડીએના સાથી દળો
પણ પહેલા કરતા વધારે બેઠકો જીતશે.
First published: May 10, 2019, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading