સુરતઃ સુરતના કોસંબા તરસાડી વિસ્તારના ચિસ્તી નગરમાં આજે વહેલી સવારે ઘર બહાર સુતેલા ૪ જેટલા બાળકો પર જંગલી ઝરખ જેવા લગતા પ્રાણીએ હુમલો કર્યો હતો.૪ બાળકો પૈકી ત્રણને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
આજે રોજ વહેલી સવારે સુરત જીલ્લાના કોસંબા તરસાડી નગર ખાતે આવેલા ચિસ્તી નગર વિસ્તારમાં જ્યાં મુસ્લિમ પરિવારો વસવાટ કરે છે.રમઝાન માસ ચાલતો હોઈ સવારે સહેરી કરી બાળકો ઘર બહાર સુતા હતા સમય દરમ્યાન જંગલી ઝરખ જેવા લાગતા પ્રાણીએ અચાનક હુમલો કરી દીધો હતો.જોકે કોઈ કઈ સમજે એ પહેલા ઝરખે ઇમરાન,અબ્દુલ ગની સહિત ૪ જેટલા બાળકોને બચકા ભરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી ઝરખ રેલ્વે નજીક આવેલા ખેતરોમાં નાસી છૂટ્યું હતું .જોકે આ ઘટના આ વિસ્તારમાં અગાઉ પણ એક વાર બની ચુકી છે.
જોકે ઘટના બાદ હોહા મચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત બાળકો ને તુરતજ કોસંબા ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલ માં સારવાર અર્થે લઇ જવાય હતા.જ્યાં એક બાળક ને આંખ ના ભાગે જયારે એક બાળક ને માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડાય હતી જોકે હાલ આ બાળકો ને સારવાર અપાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર