રાજકોટ (Rajkot) શહેરમાં એક ચોંકાવનારો (Shocking News) કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્નીથી ત્રસ્ત પતિ એ લાંબો (Torcher of Wife) સમય જેલમાં (Husband Wanted to go jail) રહેવાની જીદ પકડી પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશન (Husband Ablaze Police station) સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ટુ વ્હીલર પર આવેલા આ શખ્સે તહેવારની મોસમમાં પેટ્રોલ છાંટી અને કાંડી ચાપી દીધી હતી. શહેરના બજરંગ વાડી પોલીસ ચોકીમાં (Bajrangwadi Police Chowki) એટલામાં તો આગ ભભૂકી ઉઠી અને સૌ કોઈ ત્રસ્ત રહી ગયા પરંતુ જ્યારે આ યુવક આગ ચાંપીને ભાગ્યો નહીં તો પોલીસને પણ આશ્ચર્ય થયું. પોસીસે યુવકને પકડીને આ દુ:સાહસ કરવાનું કારણ પૂછ્યું તો પોલીસ પણ ચોંકી ગઈ હીત.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રવિવાર ના રોજ જામનગર રોડ પર આવેલા બજરંગ વાડી પોલીસ ચોકીને પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આગ લગાડ્યા બાદ પણ યુવાન પોલીસ ચોકી બહાર જ ઉભો રહ્યો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, બજરંગવાળી પોલીસ ચોકીને આગ લગાડનાર વ્યક્તિનું નામ દેવજી ઉર્ફે દેવો ચાવડા છે. દેવજી અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઘર કંકાસ અને આર્થિક સંકડામણને કારણે માથાકૂટ શરૂ છે. ત્યારે આજરોજ જેલમાં જ રહેવું છે તેમ કહી પોલીસ ચોકીને આગ લગાડી હતી. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે દેવજી ઉર્ફે દેવો ચાવડાને અટકાયત કરી તેના વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની તેમજ આઈપીસીની કલમ 436 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભૂતકાળમાં આરોપી વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયો છે કે કેમ તે અંગે પણ હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી કોઈ ગુનાહિત માનસિકતા ધરાવે છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.
આગ લાગતા વેપારીઓ દોડી આવ્યા, નાસભાગ મચી
પોલીસ સ્ટેશનના દરવાજાને આગ લાગતા ની સાથે જ આજુબાજુના વેપારીઓ દોડી આવ્યા હતા. વેપારીઓએ પાણી છાંટી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ લગાડ્યા બાદ યુવક ત્યાં જ ઉભો રહી સમગ્ર તમાશો જોઇ રહ્યાં પણ સામે આવ્યું છે.
આગ ચંપનીની ઘટના બાદ પોલીસ સ્ટેશનનો આવો હાલ થયો હતો.
પોલીસ તપાસમાં આરોપી દેવો પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ગયો હોય જેથી તે લાંબા સમય સુધી જેલમાં રહેવા માગતો હોય તે કારણોસર તેને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાને હાલ પોલીસને જણાવ્યું છે. ત્યારે પોલીસ ચોકીને આગ લગાડતાં થોડી ક્ષણો માટે નાસભાગ મચી જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે આઈપીસીની કલમ 436 મુજબ દસ વર્ષ સુધીની કોઈ સજા અથવા તો દંડની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલી છે. ત્યારે આરોપી દેવજી ઉર્ફે દેવો કેટલા સમય સુધી જેલમાં રહેશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર