સુરત : 'તે મારી જિંદગી ખરાબ કરી નાખી, હું તને છોડીશ નહીં', રત્નકલાકાર પત્ની પર પતિનો કટરથી જીવલેણ હુમલો

પોલીસે આરોપી પતિને ઝડપી અને હવાલાત ભેગો કર્યો છે.

પત્ની પતિ સાથેના રોજના ઝઘડાથી કંટાળી છૂટાછેડા લઇને પ્રેમી સાથે કરવાની હતી લગ્ન, પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી

  • Share this:
સુરત : રત્નકલાકાર (Diamond Worker) તરીકે કામ કરતી પરીણિતા (Wife)એ તેના પતિ (Husband) સાથે રોજ ઝઘડાથી (Fight) કંટાળી પતિ સાથે છૂટાછેડા લઇને પ્રેમી (Lover) સાથે લગ્ન (Marriage) કરવાની હતી. જોકે, આ પત્નીના નિર્ણયથી ઉશ્કેરાયેલા પતિએ તેને ઘરમાં બંધક બનાવી પેટ, મોં, જાંઘ, પીઠ, ખભા, કમર સહિતના ભાગે કટરના ઉપરાછાપરી ઘા (Stabbing) ઝીંકી દીધા હતા. લોહીલૂહાણ હાલતમાં મહિલાએ બુમાબુમ કરતા પાડોશી દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડીને મહિલાને બચાવી લીધી હતી.ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને હૉસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે (Police) ઘાતકી પતિને ઝડપી અને અને હવાલાત ધકેલ્યો હતો.

બનાવની વિગત એવી છે કે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી પલક રેસીડેન્સીમાં રહેતી અને કતારગામ આશ્રમ રોડના સ્ટર જેમ્સ નામના હીરાના કારખાનામાં નોકરી કરતી પરીણિત મહિલાના લગ્ન અરવિદ નામના યુવાન સાથ વર્ષ 2006 માં થયા હતા.

આ પણ વાંચો : Women's Day : ગ્રેજ્યુએટ હોવા છતાં દિવ્યાંગ દીકરીને નોકરી ન મળી, કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે રિક્ષાચાલક બની

લગ્ન જીવન દરમિયાન પરીણિતાને 11 વર્ષનો દીકરો પણ છે જ્યારે તેનો પતિ વરાછાના પરમ એક્સપોર્ટ નામના હીરાના કારખાનામાં નોકરી કરે છે. પતિ સાથે છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા રોજબરોજના ઝઘડાથી કંટાળેલી જોકે પરણિતા અને પોતાના હીરાના કારખાના કામ કરતા એક યુવક સાથે  પ્રેમસંબંધ બંધાયો હતો અને નોકરી પર જવા માટે લેવા અને મૂકવા આવતો હતો.

જોકે આ પ્રેમી વિષે પતિ અરવિંદ ને ખબર પડતા પત્નીને તે કોની સાથે બાઈક પર જાય છે તેવું પૂછ્યું હતું. જેના જવાબમાં પત્નીએ સાથી રત્નકલાકાર સાથે પ્રેમસંબંધ હોવાનો સ્વીકાર કર્યો હતો અને પતિ પાસે છૂટાછેડાની માંગણી કરી હતી. પત્નીના નિર્ણયથી ઉશ્કેરાયેલા પતિએ બંનેને બોલાવ્યા હતા અને લગ્ન કરવા માંગે છે કે નહીં તે અંગેની વાતચીત કરી હતી. જેમાં પત્નીનો પ્રેમી લગ્ન કરવા તૈયાર હોવાનું કહેતા પતિએ પત્નીને તેના પ્રેમી સાથે મોકલી આપી હતી અને બીજા દિવસે પુત્રને સ્કૂલ મૂકી આવશે અને વકીલને મળી છૂટાછેડાની કાર્યવાહી પુરી કરી નાંખશે એમ કહ્યું હતું.

આ પણ વાંચો :  પંચમહાલ : પૂર્વ પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ, પ્રેમીના લગ્ન અટકાવવા તેની વાગ્દત્તા પર કર્યો જીવલેણ હુમલો

ત્યાર બાદ ગત રોજ પત્નીને પરત ઘરે બોલાવી સામાન અને કપડા લઇ જવાનું કહ્યું હતું. જોકે પરીણિતા પોતાના પતિને ત્યાં પ્રેમી સાથે સામાન લેવા પહોંચી હતી ત્યારે પોતાનો સામાન તૈયાર કરતા પ્રેમી  રિક્ષા લેવા ગયો હતો ત્યારે પતિએ ઘરનો દરવાજાને અંદરથી તાળું મારી પત્નીને 'તે મારી જિંદગી ખરાબ કરી નાંખી છે અને હું તને છોડીશ નહીં' તેમ કહીં કટરના પેટ, મોં, જાંઘ, પીઠ, ખભા, કમર સહિતના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

પત્નીએ બૂમાબૂમ કરતા પડોશીઓ અને પ્રેમી દોડી આવ્યો હતો અને દરવાજો તોડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પતિએ પત્નીના પ્રેમીપર પણ હુમલો કર્યો હતો પરંતુ તે બચી ગયો હતો. લોકોનું ટોળું એકઠું થઇ જતા પતિ ભાગી ગયો હતો જોકે મહિલાને બચાવીને સ્થાનિક લોકો એ મહિલાને સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડી હતી બીજી બાજુ ઘટનાઈ જાણકારી મળતા પોલીસ પણ બનાવ વળી જગ્યા પર પહોંચીને મહિલાની ફરિયાદ લઇ હત્યાનો પ્રયાસ નો ગુનો નોંધી પરણિતા પતિને ઝડપી પાડ્યો હતો.
Published by:Jay Mishra
First published: