ઝઘડો થતાં જ પતિએ વૉટ્સએપ ગ્રુપ બનાવી પત્નીના ન્યૂડ ફોટો વાયરલ કરી દીધા

News18 Gujarati
Updated: November 10, 2019, 10:47 AM IST
ઝઘડો થતાં જ પતિએ વૉટ્સએપ ગ્રુપ બનાવી પત્નીના ન્યૂડ ફોટો વાયરલ કરી દીધા
પ્રતિકાત્મક તસવીર

અગાઉ પણ પતિએ આ હરકત કરી હોવાનો પત્નીનો આક્ષેપ, કાગડાપીઠ પોલીસસ્ટેશનમાં પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : પતિ-પત્ની (Husband-wife) વચ્ચે ઝઘડા (Disputes) થાય છે ત્યારે ઘર હોય તો વાસણ ખખડે તેમ માની લોકો સંસારમાં આગળ વધતા હોય છે. પણ આજના જમાનામાં લોકો પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્તા નથી. અમદાવાદ શહેરના (Ahmedabad) કાગડાપીઠ પોલીસસ્ટેશનમાં (KagadaPith Police station) પતિ-પત્નીનો (Husban-wife) આવો જ એક ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ પત્નીના ન્યૂડ ફોટો (Nude Pictures) વૉટ્સએપ (Whatsapp Group) ગ્રુપ બનાવી વાયરલ કરી દીધા હતા. કાગડાપીઠ પોલીસે આ અંગે પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ગીતામંદિર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી 29 વર્ષીય મહિલા પ્રાઇવેટ નોકરી કરે છે. આજથી આઠેક માસ પહેલાં આ મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા. બંને પતિ-પત્ની લગ્ન બાદ મકરબા પોલીસ ચોકીની સામે એક મકાનમાં ભાડે રહેતા હતા. લગ્નના બે માસ બાદ પતિએ-પત્ની સાથે ઝઘડા શરૂ કર્યા હતા. પિયરમાંથી દસ લાખ રૂપિયા દહેજ લાવવાનું કહી પતિ તેને અવારનવાર માર મારતો હતો. આટલું જ નહિ માર મારવાની સાથે તેને બિભત્સ ગાળો પણ બોલતો હતો.

આ પણ વાંચો :  અંકલેશ્વર : બોયફ્રેન્ડને મળવા ગયા બાદ નર્સનું રહસ્યમય સંજોગોમાં મોત

આજથી પંદરેક દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થતાં આ યુવતી તેના પિયરમાં આવી ગઇ હતી. તે પિયરમાં હતી ત્યારે તેને જાણ થઇ કે તેના જ નામનું એક વોટ્સએપ ગ્રુપ છે તેમાં તેના ન્યૂડ ફોટો અપલોડ થયા છે. મહિલાએ તપાસ કરી તો આ ફોટો અન્ય કોઇ નહિ પણ તેના પતિએ જ કર્યા હોવાની જાણ થઇ હતી.

આટલું જ નહિ મહિલાના પતિએ એકાદ માસ પહેલા તેના ન્યૂડ ફોટો મહિલાના સગા ભાઇ અને ઘરના અન્ય સભ્યોને પણ વૉટ્સએપથી વાયરલ કર્યા હતા. બીજી વાર પતિએ આ હરકત કરતા જ મહિલા કાગડાપીઠ પોલીસસ્ટેશન પહોંચી હતી. જ્યાં મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય દંડ સંહિતા આઇ.પી.સીની 498 એ, 323, 294(ખ), 506(1) અને આઇ.ટી ઍક્ટ તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...