અમદાવાદઃ મધરાત્રીએ ઘરમાં લાગી આગ, પતિ-પત્નીનાં મોત, બે પુત્રી થઇ નોંધારી

News18 Gujarati
Updated: November 24, 2018, 11:33 PM IST
અમદાવાદઃ મધરાત્રીએ ઘરમાં લાગી આગ, પતિ-પત્નીનાં મોત, બે પુત્રી થઇ નોંધારી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઈશાન-3 B ફ્લેટમાં એક મકાનમાં મોડી રાતે આગ લાગતાં પતિ-પત્નીના મોત નીપજયાં હતા. જયારે બે પુત્રી અને વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગૂંગળામણના કારણે બંને પતિ-પત્નીના મોત નીપજયાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રહલાદનગરમાં આવેલા ઈશાન-3 ટાવર-B ફ્લેટના 64 નંબરના મકાનમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. 64 નંબરના ફ્લેટમાં અચલભાઈ શાહ તેમની પત્ની પ્રેમીલા શાહ, પુત્રી આરોહી, રિશીતા અને તેમની માતા સાથે રહેતા હતા.અચલભાઈ એક ખાનગી મીડિયામાં માર્કેટિંગ હેડ તરીકે નોકરી કરતા હતા. અચલભાઈનો પરિવાર ઘરમાં સૂતો હતો તે દરમ્યાનમાં મોડી રાતે અઢી વાગ્યે સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, આગના ધુમાડાથી ઘરના સભ્યો જાગી ગયા હતા પરંતુ ઘરમાં આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગઇ હતી જેના કારણે અચલભાઇ અને તેની પત્ની પ્રેમીલાનું મોત નિપજ્યું હતું.

ઘરમાં લાગેલી આગ દરવાજા સુધી પ્રસરી ગઈ હતી. જેથી કોઈ ઘરની બહાર નીકળી શક્યા ન હતા. ધુમાડાના કારણે ઘરના તમામ સભ્યો બેભાન થઈ ગયાં હતાં. બીજી તરફ પાડોશીઓએ ફાયર સેફટીમાંથી પાણીનો મારો ચલાવી આગ પર સામાન્ય કાબુ મેળવ્યો અને ફાયર બ્રિગેડને જાણ કરતા સાત જેટલા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે આવી આગને કાબુમાં લીધી. ફાયરની ટીમે ઘરના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશી આગને કાબુમાં લઈ પાંચેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અચલભાઈ અને તેમના પત્ની પ્રેમીલાબેનનું ગૂંગળામણના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે તેમની માતાની હાલત ગંભીર હોવાનું ડોકટરે પોલીસને અભિપ્રાય આપ્યો.
First published: November 24, 2018, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading