અમદાવાદ: ગુજરાતમાં બાળમજૂરી કરવા બિહારથી બાળકોની હ્યુમન ટ્રાફિકિંગનો (Human trafficking) પર્દાફાશ થયો છે. સીઆઈડી ક્રાઈમ (CID crime) અને ચાઈલ્ડ એનજીઓએ (child NGO) અમદાવાદમાં 32 બાળકોને છોડાવ્યા છે. હ્યુમન ટ્રાફિકિંગના રાજયવ્યાપી કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે.
બિહારથી ગુજરાતમા બાળકોને બાળમજૂરી માટે લાવી રહ્યા હોવાની બાતમી મળતા ગુજરાતની સીઆઈડી ક્રાઈમ અને વિવિધ ચાઈલ્ડ એનજીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ અને હ્યુમન ટ્રાફિકિંગનો પ્રર્દાફાશ કર્યો છે. ઘટનાની વિગત એવી છે કે બચપન બચાવો એનજીઓને (bachapan bachao NGO) બાતમી મળી હતી કે બિહારથી સગીરવયના બાળકોને જુદા-જુદા રાજ્યોમાં બાળ મજૂરી માટે લઈને આવી રહ્યા છે.
અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે. જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ NGOઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડીને 32 બાળકોને છોડાવ્યા હોવાનું ચાઈલ્ડ કેરના કર્મચારી ઇમરાનભાઈ અને સંચાલક દામિની બહેને જણાવ્યું હતું.
મહત્વનુ છે કે કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યાં હતાં. આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તપાસમા ખુલ્યુ છે.
બાળકો પાસેથી મળી આવેલા આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ પણ નકલી હોવાની શંકા વ્યકત કરવામા આવી છે. આ બાળકોને કયા મજૂરી માટે લઈ જઈ રહયા હતા અને કયા કયા દલાલો આ હ્યુમન ટ્રાફિકિંગમા સંડોવાયેલા છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
" isDesktop="true" id="1026328" >
સીઆઈડી ક્રાઈમ અને વિવિધ ચાઈલ્ડ એનજીઓએ મધ્યપ્રદેશના રતલામમાંથી 3 બાળક, વડોદરામાંથી 7 બાળક, રાજસ્થાનમાંથી 9 બાળકો અને અમદાવાદમાંથી 32 બાળકોને રેસ્કયુ કર્યા. આ બાળકોને રાજકોટ, જામનગર, સુરત અને અમદાવાદ મજૂરી માટે લઈ જઈ રહયા હોવાનું ખુલ્યું છે. હાલમા તમામ બાળકોના કોરોના ટેસ્ટ કરાવીને ચાઈલ્ડ કેરને સોંપવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામા આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર