#કામની વાત: વાયગ્રા કેવી રીતે કામ કરે છે ? કેટલા કલાક પહેલાં લેશો?

આ દવાનું નામ પડતા જ દરેક વ્યક્તિ જાણી જાય છે કે તે જાતીય જીવનમાં આનંદ માટે વપરાય છે તે અંગે નાનામાં નાના બાળકને પણ જાણ છે. પણ આ દવાનાં સાઇડ ઇફેક્ટ અંગે કોઇ કંઇ જ જાણતું નથી.

આ દવાનું નામ પડતા જ દરેક વ્યક્તિ જાણી જાય છે કે તે જાતીય જીવનમાં આનંદ માટે વપરાય છે તે અંગે નાનામાં નાના બાળકને પણ જાણ છે. પણ આ દવાનાં સાઇડ ઇફેક્ટ અંગે કોઇ કંઇ જ જાણતું નથી.

 • Share this:
  સવાલ: વાયગ્રા શું છે લેવી જોઇએ કે ન લેવી જોઇએ શું કહે છે સેક્સોલોજિસ્ટ ડૉક્ટર પારસ શાહ

  (સેક્સોલોજિસ્ટ, ડૉ પારસ શાહ)

  જવાબ: વાયગ્રા 20 વર્ષથી માર્કેટમાં મળે છે. જ્યારથી આ દવા બજારમાં આવી છે ત્યારથી તે ચર્ચામાં છે. આ દવાનું નામ પડતા જ દરેક વ્યક્તિ જાણી જાય છે કે તે જાતીય જીવનમાં આનંદ માટે વપરાય છે તે અંગે નાનામાં નાના બાળકને પણ જાણ છે. પણ આ દવાનાં સાઇડ ઇફેક્ટ અંગે કોઇ કંઇ જ જાણતું નથી.

  વાયગ્રા શું છે?
  વાયગ્રા એક ટ્રેડ નેમ છે. તેમાં જે કન્ટેઇન યૂઝ થાય છે તેનું નામ છે સિલ્યેનાફિલ્ડ સાઇડ્રેટ. બેઝિકલી આ સિલ્યેનાફિલ્ડ નામનું કન્ટેઇન છે આ દવા હૃદય રોગની સમસ્યા હોય તેમનાં માટે બનાવવામાં આવી હતી. પણ જ્યારે તેનાં ક્લિનિકલ ટ્રાયલ થયા ત્યારે માલૂમ થયું કે તેની બ્લડ પ્રેશર પર ઝાઝી અસર થતી નથી. છતાં પણ આ દવાની ટ્રાયલ જે દર્દીઓ પર થતી હતી તેઓ આ દવા પરત આપતા ન હતાં. તે બાદ કંપનીએ વિચાર્યું કે, જો આ દવા અસર નથી કરતી તો લોકો તેને પાછી કેમ નથી આપી રહ્યાં ત્યારે માલૂમ થયું કે, આ દવા શરિરમાં ઉત્તેજના લવવાનું કામ કરે છે જેને કારણે દર્દીઓ આ દવા પાછી નથી આપતા. જે બાદ આ દવામાં થોડા ફેરફાર કરીને તેને નપુંસકતા નિવારવા માટે ફરી માર્કેટમાં મુકવામાં આવી. અને આ દવા માર્કેટમાં એટલી સફળ રહી કે તેણે અબજો રૂપિયાનો ધંધો કર્યો છે તે અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી વેચાય છે અને દરેક જગ્યાએ તેની મોટી માંગ છે. જેમ જેમ સમય ગયો તેમ તેમ તેની સાઇડ ઇફેક્ટ વિશે માહિતી મળવા લાગી.

  આ પણ વાંચો- કામની વાતઃ હાલમાં બાળક નથી જોઇતું, ગર્ભ ના રહે તે માટે કઇ ગોળી લેવી?

  વાયગ્રાનાં સાઇડ ઇફેક્ટ્સ
  -આ દવાનાં ઓવરડોઝથી અમેરિકામાં 163 લોકોનું મોત થયુ છે. 48 લોકોએ તેમની આંખો કાયમ માટે ગુમાવી દીધી છે. આ વાયગ્રાનાં કારણે જ સ્પર્મની મોર્ફોલોજી હોય છે તે ચેન્જ થઇ જતી હોય છે.
  -જો જુવાનીયાઓ આ દવા લે તો સ્પર્મની મોર્ફોલોજી બદલાવવાને કારણે ભવિષ્યમાં તેઓ પિતા બનવા સક્ષમ રહેતા નથી.
  -આ દવા તમારી સેક્સુઅલ લાઇફને શેડ્યુલ કરી દેતી હોય છે. એટલે કે જ્યારે પણ તમારે સેક્સ સંબંધ બાંધવો હોય તેનાં 2-3 કલાક પહેલાં આ દવા લેવી જ પડે. જો ન લો તો તમને પ્રેશર રહે કે તમે સારુ પરફોર્મ કરી શકશો કે નહીં. આ પ્રેશરમાં તમે સારું પરફોર્મન્સ ન પણ કરી શકો.
  -આ દવા ધીરે ધીરે આદત પડી જાય છે. અને સમય જતા આ દવાની અસર પણ બંધ થઇ જાય છે. આ દવા લેવાનું શરૂ કરો ત્યારે તેનો ડોઝ સમય જતાં વધારવો પડે છે. 25 મીલી ગ્રામથી શરૂ કરીને 50 અને ધીમે ધીમે 100 મીલી ગ્રામ દવા લેવી પડે છે. અને એક સમય એવો આવશે કે 100 મીલી ગ્રામ દવા લીધી હશે તો પણ કોઇ જ અસર નહીં થાય. એટલે બને એટલું આ દવાઓથી દૂર રહેવું હિતાવહ છે.

  આ પણ વાંચો- #કામની વાત: શું હસ્તમૈથુનની ટેવથી લગ્ન જીવન બરબાદ થઇ જાય?

  સલાહ
  સેક્સ સંબંધીત કોઇપણ સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક સાધીને જ આગળ વધવું. કોઇપણ મેડિકલ શોપ પર જઇને જો તમે વાયગ્રા લેવાનું શરૂ કરશો તો તમને તુંરત તો ઘણું સારુ લાગશે પણ તેની સાઇડ ઇફેક્ટ ઘણી જ ખરાબ છે જે તમને સમય જતા સમજાશે.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:user_1
  First published: