Home /News /gujarat /ખરાબ નજર કોને અને કેવી રીતે લાગે, કેવી રીતે કરશો દૂર?

ખરાબ નજર કોને અને કેવી રીતે લાગે, કેવી રીતે કરશો દૂર?

નજરથી બચવા માટે લીંબુને માથા ઉપરથી ફેરવી તેના ચાર ટૂકડી કરી ચારેય દિશામાં ફેકી દેવાથી મુશ્કેલીઓથી બચી શકાય છે

નજરથી બચવા માટે લીંબુને માથા ઉપરથી ફેરવી તેના ચાર ટૂકડી કરી ચારેય દિશામાં ફેકી દેવાથી મુશ્કેલીઓથી બચી શકાય છે

ધર્મ ભક્તિ ડેસ્ક: ઘણી વખત નાના બાળકો અચાનક રડવા લાગે છે અને ઘરનાં મોટાઓ કહે છે કે તેની નજર ઉતારી લે... કેમ આવું કહેવાય છે કારણ કે નાના બાળકને જલદી નજર લાગી જાય છે. અને તે બીમાર પણ પડી જાય છે. આ તો વાત હતી નાના બાળકને લાગતી નજર.. પણ આવી નજર પુખ્તવયનાં લોકોને પણ લાગી શકે છે. સાથે જ તમારા ધંધા નોકરીને પણ આવી નજર લાગી શકે છે. ત્યારે આ નજરનાં પ્રભાવને દૂર કરવા માટે ખાસ ટિપ્સ લઇને આવ્યા છીએ. જેનાંથી નજર દૂર કરી શકાશે.

ઘણીવખત જ્યોતિષવિદ્યાનો મુજબ ભવિષ્યવાદી ગ્રંથોમાં રાહુ અને ચંદ્રની દ્રૃષ્ટ અસર જોવામાં આવે છે. જેના પણ જન્માક્ષરમાં ચંદ્ર અને રાહુ ગ્રહો વેદની શરત અનુસાર ન હોય તો તેમના પર મુશ્કેલી ઘેરાયેલી રહે છે. જેના કારણે આ ઉપાય કરી શકાય છે.

ઉપાયો
-તમારા જીવનામાં ભોજન સંબંધિત કોઇ અડચણ આવતી હોય તો રોટલી/બ્રેડમાં ઘી લાગાડી સાત વાર કાળા સ્વાનને ખવડાવવાથી આ સમસ્યા દૂર થાય છે.
-જો નજર લાગી હોય તો વ્યકિતને શનિવાર કે રવિવારે તેના માથા ઉપરથી ત્રણવાર દૂધ ભરેલુ વાસણ ફેરવી લેવું અને તે દૂધ સ્વાનને પીવડાવી દેવું જેનાથી રાહત મળી શકે.
-નજરથી બચવા માટે લીંબુને માથા ઉપરથી ફેરવી તેના ચાર ટૂકડી કરી ચારેય દિશામાં ફેકી દેવાથી મુશ્કેલીઓથી બચી શકાય છે.
-કોઇ ગર્ભવતી મહિલાને નજર લાગી હોય તો એક દીવામાં છાણ અને ગોળ નાખી તેને સળગાવવો અને તે દીવાને ઘરના દરવાજા પાસે રાખવો.
-કોઇ બિમારી થઇ હોય તો સાત ગુલાબની પાંખડી તમારા ઇષ્ટદેવને ધરાવીને કોઇ ભુખ્યા માણસને ખવડાવી દેવાથી આ બીમારીઓથી રાહત મળે છે
First published:

Tags: Dharm Bhakti, Take care