દેશમાં કોરોના વાયરસ (Corona virus)ને લઇને ચારે તરફથી અલગ અલગ પ્રકારની ખબરો આવી રહી છે. કોરોનાના કેસના 115 કેસ સામે આવી ચૂક્યા છે. સાથે જ ભારતમાં જ 3 લોકોની આ કારણે મોત પણ થઇ છે. જો કે વૈશ્વિક સ્તરે કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા આનાથી પણ વધુ છે. ત્યારે સલમાત રહેવું અને સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. પોતાના પરિવાર અને પોતાને સુરક્ષિત રાખવા માટે તમે પણ ઘરને નીચેની મુજબ સેનેટાઇઝ કરી શકો છો. વિગતવાર જાણો.
ડૉક્ટર્સનું કહેવું છે કે તમારા દરવાજા, ટીવી અને મ્યૂઝિક સિસ્ટમ, રિમોટ કંટ્રોલ, ખુરશી, બાથરૂમના નળ જેવી જગ્યા સૌથી વધુ સંક્રમિત થવાની સંભાવના ધરાવે છે. વધુમાં બાળકોના રમકડા, કિચનના ડસ્ટબીન જેવી વસ્તુઓથી પણ સંક્રમણ ફેલાવાની સંભાવના વધુ છે.
માટે સલાહ અપાય છે કે રોજ ઘરના મુખ્ય ગેટથી લઇને તમામ દરવાજોને લગભગ 2-3 વાર સારી રીતે ડિસઇન્ફેક્શનથી સાફ કરો. આ સિવાય ઘરના દરવાજા અને ટેબલ સાફ કરવાનું રાખો.
વળી કોરોના વારયસના સંક્રમણને મારવા માટે ઘરેલું ઉપચાર હેઠળ બાલટીમાં ત્રણ ચમચી બ્લીચ નાંખો અને પછી તેને ત્રણ મિનિટ માટે છોડી દો. પછી આ કપડાથી ઘરની અલગ અલગ જગ્યાની વસ્તુઓને સાફ કરી સૂકાયેલા કપડાનો પણ એક હાથ પછી આ પર મારી લો.
ઘરમાં પોતું મારતી વખતે તેમા ફિનાઇલ પણ ઉમેરો. વધુમાં રસોડાની કચરાપેટીના પણ સાફ કરવી જરૂરી છે. આ કચરાપેટી પર તમારી સિવાય કામદાર તેમ અનેક લોકોના હાથ અડે છે. માટે દિવસમાં એક થી બે વાર તેની પણ સાફ કરવાનું રાખો પોલિથીનને પણ બદલતા રહો.
વધુમાં આ તમામ સફાઇ પછી પોતાના હાથને પણ 20 સેકન્ડ સુધી સાબુથી વ્યવસ્થિત રીતે સાફ કરો. અને સેનેટાઇઝરનો ઉપયોગ કરો. સાથે જ બજારમાંથી જ્યારે પણ ઘરે પાછા આવો તો કપડા સાફ કરવા મૂકો. અને બાથરૂમ જઇને હાથ સૌથી પહેલા સાફ રાખો. આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. આ તમામ નાની વાતો તમને અને તમારા પરિવારને કોરોના વાયરસથી બચવામાં સહાયરૂપ થઇ શકે છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર