Recipe: શાહી કોફતા કરી

  • Share this:
    શાહી કોફતા કરી.

    સામગ્રી:

    250 ગ્રામ પનીર
    100 ગ્રામ બાફેલા અને છૂંદેલા બટાટા
    3 ટે.સ્પુન આરા લોટ
    1 ટે.સ્પુન લાલ મરચું
    1 કપ કાજુ
    50 ગ્રામ મગજતરી
    1 કપ દૂધ
    2 ટે.સ્પુન માવો
    2 ટે.સ્પુન કિસમિસ
    1.5 ટી સ્પુન ગરમ મસાલા
    1 ટી સ્પુન આદુની પેસ્ટ
    1 ટે.સ્પુન સમારેલી કોથમીર
    સ્વાદાનુસાર મીઠું
    2 ટે.સ્પુન ઘી
    તળવા માટે તેલ

    બનાવવાની રીત:

    બટાકા બાફી તેને મેસ કરો. તેમાં પનીર મેસ કરીને મિક્સ કરો.
    તેમાં કોથમીર, આરા લોટ, મીઠું ઉમેરી નાના-નાના લૂઆ તૈયાર કરો.
    લૂઆને હાથેથી થેપી તેમાં માવો અને કિસમિસ ભરી બોલ્સ વાળી લો.
    પેનમાં તેલ ગરમ કરી બોલ્સ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
    કાજુ અને મગજતરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરો.
    કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ-મગજતરીની પેસ્ટ, મરચું, આદું પેસ્ટ નાંખી સાંતળો.
    ત્યારબાદ તેમાં દૂધ નાખી પકવો.
    દૂધ ઉકળે એટલે તેમાં કોફતા અને ગરમ મસાલો નાખીને ધીમી આંચે પાંચથી સાત મિનિટ સુધી પકવો.
    કોથમીરથી ર્ગાિનશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
    Published by:Bansari Shah
    First published: