PolicyBazaar IPO: શેર લાગ્યા કે નહીં તે આ રીતે કરો ચેક, સાથે જ જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

પોલિસી બજાર આઈપીઓ.

PolicyBazaar shares allotment: કંપનીનો ઇશ્યૂ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીના 3,45,12,186 શેર માટે 57,23,84,100 બોલી લાગી છે.

  • Share this:
    મુંબઈ: પૈસા બજાર અને પૉલિસીબજારની પેરેન્ટ કંપની PB Fintech (PolicyBazaar IPO)નો આઈપીઓ 16.59 ગણો ભરાયો હતો. કંપનીનો ઇશ્યૂ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીના 3,45,12,186 શેર માટે 57,23,84,100 બોલી લાગી છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશન ઇન્વેસ્ટર્સ (QII) માટે અનામત રખાયેલા હિસ્સામાં 24.89 ગણી બોલી લાગી છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સામાં 7.82 ગણું બુકિંગ થયું છે. જ્યારે રિટેલ હિસ્સો ફક્ત 3.31 ગણો ભરાયો છે. ઉલ્લેખનીય છે કે પોલિસીબજાર પોતાના ગ્રાહકોને ઑટો, હેલ્થ, લાઇફ ઇન્શ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સ પોલિસીનું આકલન કરવાની સુવિધા આપે છે. પોલિસીબજારની વેબસાઇટ પર દર વર્ષે 10 કરોડ વિઝિટર્સ આવે છે. કંપની દર મહિને ચાર લાખ પોલિસી વેચે છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (PolicyBazaar Shares GMP)

    બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે Policybazaarના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 92 રૂપિયા ચાલી રહ્યું છે. ગઈકાલ કરતા આજે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં બે રૂપિયાનો વધારો થયો છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 940-980 રૂપિયા રાખી છે. એ પ્રમાણે ગ્રે માર્કેટમાં પોલિસીબજારનો એક શેર 1072 રૂપિયા (980+92) પર ટ્રેડ કરી રહ્યો છે.

    શેર લાગ્યા કે નહીં તે બે રીતે કરો ચેક

    PB Fintechના IPOની રજિસ્ટ્રાર કંપની Link Intime India Private Limited છે. લિંક ઇનટાઇમ ઉપરાંત BSEની વેબસાઈટ પર પણ તમે અલોટમેન્ટ સ્ટેટસ જોઈ શકો છો.

    1) તમે બીએસઈની વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. ક્લિક કરો...

    2) તમે કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. ક્લિક કરો..

    કંપનીના શેરની ફાળવણી 10મી નવેમ્બરના રોજ થવાની છે. જેમને પોલિસીબજારના શેર લાગશે તેમના ડીમેટ ખાતામાં 12 નવેમ્બર સુધી શેર જમા થશે. જેમને શેર નથી લાગ્યા તેમને 11 નવેમ્બરથી રિફંડ મળવાની શરૂઆત થશે. કંપનીના શેરનું 15મી નવેમ્બરના રોજ લિસ્ટિંગ થવાની સંભાવના છે.

    3,750 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    Policybazaar આ આઈપીઓ મારફતે 5,709.72 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારી કરી રહી છે. જેમાં 3,750 કરોડ રૂપિયાના ફ્રેશ શેર હશે, જ્યારે 1,959.72 કરોડ રૂપિયાના સેર ઑફર ફૉર સેલ (Offer for sale)માં વેચવામાં આવશે.

    આ પણ વાંચો: Nykaa IPO: શેરની ફાળવણી બાદ નાયકાના શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં જોરદાર ઉછાળો- જાણો વધારે વિગત 

    કોણ કેટલા શેર વેચશે?

    ઑફર ફૉર સેલમાં SVF Python II (Cayman) 1875 કરોડ રૂપિયાના શેર વેચશે. જ્યારે યાશીષ દહિયા 30 કરોડ રૂપિયાના શેર વેચશે. અલોક બંસલ 12.75 કરોડ રૂપિયાના શેર, શિખા દહિયા 12.50 કરોડ રૂપિયાના શેર વેચશે. રાજેન્દ્રસિંહ કુહાર 3.50 કરોડ રૂપિયાના શેર વેચશે. આ સાથે જ કંપનીનું ફાઉન્ડર યૂનાઇટેડ ટ્રસ્ટ 2.68 લાખ રૂપિયાના શેર વેચશે.

    આ પણ વાંચો: 20 હજાર જેટલા નાના રોકાણમાં આ છોડની ખેતી શરૂ કરીને કરો મોટી કમાણી

    ઇશ્યૂથી મળેલા નાણાનો ઉપયોગ

    ફ્રેશ ઇશ્યૂમાંથી 1,500 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની બ્રાન્ડને વધારે મજબૂત કરવા માટે કરશે. જ્યારે 375 કરોડ રૂપિયાનો ઉપયોગ નવી તકો શોધવા માટે કરશે. 600 કરોડ રૂપિયાનો ઉપયોગ સ્ટ્રેટજિક ઇન્વેસ્ટમેન્ટના ફન્ડિંગમાં થશે. આ ઉપરાંત 375 કરોડ રૂપિયાનો ઉપયોગ ભારત બહાર બિઝનેસના વિસ્તારમાં કરવામાં આવશે. બાકીની રકમ કંપની સાથે જોડાયેલા બીજા કામ માટે ખર્ચવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published: