Home /News /gujarat /

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરનો ક્યારે અને કેવી રીતે થશે ખાત્મો, જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરનો ક્યારે અને કેવી રીતે થશે ખાત્મો, જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ

કોરોનાના (Gujarat coronavirus case)દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે

Gujarat coronavirus case - આ તહેવારોની સિઝનમાં માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ નથી જેના કારણે તહેવારો બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે છે

અમદાવાદ : કોરોનાના (Gujarat coronavirus case)દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં (Gujarat)હાલ રોજના 10 હજારથી વધુ નવા કેસો સામે (coronavirus case)આવી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 55 હજારને પાર પહોંચી ચૂકી છે. રાજ્ય સરકાર અને આરોગ્યના અધિકારીઓ દ્વારા સતત વધી રહેલા કેસ સામે વોચ રાખવામાં આવી રહી છે અને સતત આ મામલે રિવ્યુ બેઠક કરવામાં આવી રહી છે. બીજી તરફ તબીબી નિષ્ણાંતો માની રહ્યા છે કે આગામી 15 દિવસ હજુ પણ કેસમાં (Gujarat coronavirus update)વધારો થઈ શકે છે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં આ કેસો ઓછા થવા લાગશે. પણ એ જાણવું જરૂરી છે કે કેવી રીતે આ કોરોનાની ત્રીજી લહેરનો ખાત્મો થશે.

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં પણ આ તહેવારોની સિઝનમાં માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ નથી જેના કારણે તહેવારો બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે છે. પરંતુ નિષ્ણાત ડૉક્ટર્સના મતે હવેના 15 દિવસ વધુ મહત્વના છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના રોજ આવતા કેસ લગભગ ડબલ થઈ ગયા છે. ગત 8 જાન્યુઆરીએ રાજ્યમાં કોરોનાના નવા કેસ 5600 આસપાસ હતા જે 14 જાન્યુઆરીએ 10 હજાર ઉપર નવા કેસ સામે આવ્યા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 55 હજારને પાર પહોંચી ચૂકી છે. ત્યારે આગામી 15 દિવસ મહત્વના છે.

આ પણ વાંચો - વિજય સુવાળાના રાજીનામાની જાહેરાત થતા મનામણા શરૂ, આપ નેતા ઇશુદાન ગઢવી ઘરે દોડી આવ્યા!

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આગામી 15 દિવસ ખૂબ મહત્વના છે. ત્યારબાદ ખ્યાલ આવશે કે આપણે કઈ દિશામાં જવું. જોકે ત્યાં સુધી લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું પડશે. કોરોનાથી બચવાનું હથિયાર હાલ માસ્ક છે. જેથી લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે.

બીજી તરફ સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે આગામી 15 દિવસમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાશે. જોકે આ ત્રીજી લહેર પહેલા જ બુસ્ટર ડોઝ ફ્રન્ટલાઈન વર્કરને આપવાની શરૂઆત કરી દેવાઈ એ ખૂબ સારી બાબત છે. તેમ છતાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. મહત્વનુ છે કે વેકસીનના કારણે કોરોનાની કોઈ ઘાતક અસર હાલ દર્દીઓમાં જોવા મળી નથી છતાં સાવચેતી એ જ સલામતીના સૂત્રને તબીબો વળગી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, ઓમિક્રોન, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन