Yes Bank Crisis:રાણા કપૂર ગયા વર્ષે લંડન ભાગી ગયા હતા, મોદી સરકારે આવી રીતે લાલચ આપી બોલાવ્યા

રાણા કપૂરને ખબર હતી કે યસ બેંકમાં અનેક ગડબડીઓ થઈ છે છતાંય તેઓ કઈ લાલચે ભારત પરત ફર્યા?

રાણા કપૂરને ખબર હતી કે યસ બેંકમાં અનેક ગડબડીઓ થઈ છે છતાંય તેઓ કઈ લાલચે ભારત પરત ફર્યા?

  • Share this:
    મુંબઈ : યસ બેંક (Yes Bank)ના સંસ્થાપક રાણા કપૂર (Rana Kapoor) પર ઈડીનો સકંજો કસાયા બાદ હવે તેઓ સીબીઆઈએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઈડીનો આરોપ છે કે રાણા કપૂરે કંપનીઓને લાન આપવાના બદલામાં લગભગ 600 કરોડની લાંચ લીધી. હાલ મુંબઈની એક કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં કપૂરને રિઝર્વ બેંક (RBI)ના આદેશ પર ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (CEO)નું પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ કપૂર લંડન ચાલ્યા ગયા હતા. એવામાં સવાલ ઊભો થાય છે કે જો રાણા કપૂરને ખબર હતી કે બેંકમાં અનેક પ્રકારની ગડબડી થઈ છે તો પછી તેઓ ભારત કેમ પાછા આવ્યા. તેમને ભારત પરત લાવવાની કામગીરી સરળ નહોતી. મોદી સરકાર અને આરબીઆઈએ તેના માટે પૂરો પ્લાન તૈયાર કર્યો હતો.


    રાણા કપૂર બેંકમાં વાપસી કરવા માંગતા હતા : અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા' મુજબ, રાણા કપૂરને હટાવ્યા બાદ સરકારે ડૂબતી યસ બેંકને બચાવવા માટે પ્લાન તૈયાર કર્યો. સરકાર ઈચ્છતી હતી કે જનતાનો ભરોસો બેંક પર કાયમ રહે. જેથી સરકાર અને આરબીઆઈએ નવા રોકાણકારોની શોધખોળ શરૂ કરી દીધી. અખબારનો દાવો છે કે છેલ્લા 8 મહિનામાં આરબીઆઈની ત્રણ અલગ-અલગ રોકાણકારો સાથે વાત થઈ, પરંતુ દરેક વખતે છેલ્લી ઘડીએ ડીલ થતાં-થતાં રહી જતી હતી. જાણવા મળ્યું કે રાણા કપૂર રોકાણકારોને ભડકાવી રહ્યા હતા. મૂળે કપૂર ઈચ્છતા હતા કે ફરીથી તેમની બેંકમાં વાપસી થાય. લંડનમાં બેઠેલા કપૂરના દરેક પગલા પર સરકારની નજર હતી.


    રાણાને ભારત લાવવાનો પ્લાન : દાવો કરવામાં આવ્યો કે ત્યારબાદ મોદી સરકારે રાણાને ભારત પરત લાવવા માટે પ્લાન તૈયાર કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે સરકારે રાણાને જણાવ્યું કે તેમને બેંક માટે કોઈ નવા રોકાણકાર નથી મળી રહ્યા. એવામાં તેઓ ઈચ્છે તો ભારત પરત આવીને ફરી એકવાર બેંકનું સુકાન સંભાળી શકે છે.


    પરંતુ જેવા તેઓ ભારત પરત ફર્યા તમામ એજન્સીઓએ તેમને ઘેરવાનો પૂરો પ્લાન તૈયાર કરી લીધો. એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે તેઓ ભારતથી ફરી વાર ભાગી ન શકે.


    રાણા કપૂર ફરીથી ભાગવાની તૈયારીમાં હતા : આ દરમિયાન રાણા કપૂરને એ વાતની આશંકા ગઈ ગઈ કે સરકાર અને આરબીઆઈએ યસ બેંકને બેઠી કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. એવામાં ફરી એકવાર કપૂર દેશ છોડવાની તૈયારી કરવા લાગ્યા. અખબારના અહેવાલ મુજબ, મુંબઈની જે પૉશ બિલ્ડિંગમાં કપૂર રહેતા હતા ત્યાંના ગાર્ડે તેની જાણકારી તપાસ એજન્સીઓને આપી દીધી.


    પ્લાનની સાથે ધરપકડ : 14 માર્ચે બેંકની બોર્ડ મીટિંગ મળી હતી. આ દિવસે બેંકના ક્વાટરલી પરિણામ આવ્યા હતા. ખરાબ પરિણામોથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. સરકારે અંદરખાને એ વાત પર ચર્ચા કરી રહી હતી કે રાણા કપૂરની કયા સમયે ધરપકડ કરવી.


    જો તેમની વહેલી ધરપકડ કરવામાં આવે તો ગ્રાહકોમાં અવિશ્વાસનો માહોલ ઊભો થઈ જાય. જેથી સરકારે યસ બેંકને ફરીથી ઊભી કરવાની જાહેરાત કરવાની સાથે જ રાણા કપૂરી ધરપકડ કરી લીધી.
    Published by:user_1
    First published: