Home /News /gujarat /'બે કપડાં ઓછા પહેરીશું, પરંતુ મત તો...,' ગુજરાતમાં આપની 'એન્ટ્રી' પર લોકોનો અંદાજે બયાન

'બે કપડાં ઓછા પહેરીશું, પરંતુ મત તો...,' ગુજરાતમાં આપની 'એન્ટ્રી' પર લોકોનો અંદાજે બયાન

ગુજરાતમાં 'આપ'નું શું થશે?

Gujarat Assembly Election: રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીને લઈને News18 દ્વારા સોશિયલ મીડિયામાં એક પોલ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કેટલી સીટ આવશે? આ મામલે પોલ કરવામાં આવતા તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાનો મિજાજ જણાવ્યો હતો.

વધુ જુઓ ...
  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે, તેમ તેમ રાજકીય માહોલ ખુબ જ જામી રહ્યો છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. જોકે ગુજરાતમાં હાલ 'આપ' ને દિવસેને દિવસે સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામે તેવું પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે શું ગુજરાતમાં આપ ખાતું ખોલશે? તેના પર News18 ગુજરાતી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોલ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતની ચૂંટણીને લઈને  તાજેતરમાં કરવામાં આવેલા પોલ પ્રમાણે રાજ્યમાં આમ આદમી પાર્ટીને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર મળીને 1થી 2 બેઠક મળી શકે છે. આ સાથે IBના રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, 'આપ' ને ગુજરાતમાં 1થી 5 બેઠક મળી શકે તેમ છે. જોકે આ તમામ સર્વેમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવશે તેવા દાવો પણ કરવામાં આવ્યો છે.

  પોલમાં તટસ્થ લોકોનો મિજાજ:

  News18 દ્વારા કરવામાં આવેલા પોલમાં આપ, કોંગ્રેસ કે ભાજપના કાર્યકર્તા કે સમર્થક ન હોય તેવા તટસ્થ લોકોનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક પણ સીટ નહિં જીતી શકે... કોંગ્રેસ અને બીજેપીને અમુક વિસ્તાર પૂરતો ફાયદો અને નુકશાન કરાવશે. આ સાથે જ, બીજા એક યુજર્સે કહ્યું કે, આ વખતે લગભગ ભાજપને શહેરમાં મોટું નુકશાન થશે, કારણ કે શહેરની પબ્લિક રખડતા ઢોરથી એટલી પરેશાન હતી, છેવટે કોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી, ત્યારે આ કાયદો પાછો ખેંચ્યો, આમાં કોઈ એક જ વર્ગ ના જોતાં તમામ પ્રજાનું હિત વિચારવું જોઈએ, હું પણ પશુપાલક છું, પરંતુ મારા પશુથી કોઈકનો જીવ જાય એ કેમ ચલાવી લેવાય... બીજા એક યુઝર્સે કહ્યું કે, આપની જેટલી સીટ આવે એટલી બાકી કેજરીવાલમાં ક‌ઈક તો જાદુ છે, જેનાથી અમુક પાર્ટી હાંફી રહી છે, હાર જીત હાલા કરે બાકી શેરને માથે સવાશેર જય હિન્દ જય ભારત..

  આપના સમર્થકોનો મિજાજ

  આ પોલમાં આમ આદમી પાર્ટીના સમર્થકોએ પણ આપને મોટી સીટો મળશે તેવી વાત કરી હતી.એક યુઝર્સે કહ્યું કે, ગુજરાતની ચૂંટણીમાં AAPને 125 સીટો મળશે, આ ઉપરાંત, બીજા એક યુઝર્સે કહ્યું કે, આપને ખુબ જ લોક ચાહના મળી રહી છે. તેમના કામ અને તેમાં રહેલા ભણેલા નેતાઓને કારણે આપ દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સત્તા મેળવશે, આ વખતે વર્ષોથી શાસન કરતા ભાજપને ભોય ભેગુ કરી નાખશે.

  ભાજપના સમર્થકોનો મિજાજ

  વિધાનસભા પહેલા આ પોલમાં ભાજપના સમર્થકોએ પણ કોમેન્ટ્સ કરી છે. તેમાં એક યુઝર્સે જણાવ્યું કે, કરકસરથી જીવશું અને 2 જોડ ઓછી પહેરશું પણ મારો મત એને જ જે હિન્દુ માટે હોય. આ સાથે જ, વધુ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઠગ, દગાબાજ, રાજનીતિક ફાયદા માટે દિલ્હી અને પંજાબના લોકોને દારૂની લતમાં ધકેલનાર, લોકોને મુફતખોરીની આદતમાં ધકેલનાર, અન્નાથી લઈ કુમાર વિશ્વાસ અને ભારતના આમ લોકોને છેતરનાર કેજરીવાલને ક્યારેય માફ ન કરાય. ખાતું તો નહીં ખુલે આ વખતે ખમીરવંતા, મહેનત કરી કમાઈ ખાનાર, સ્વાભિમાની ગુજરાતી લોકો તેને #બીપ કરીને મારશે.

  કોંગ્રેસ સમર્થકોનો મિજાજ:

  આ સાથે જ, કોંગ્રેસના સમર્થનમાં પણ અનેક લોકો સામે આવ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું હતું કે, આપ એ ભાજપની જ બી ટીમ છે. આ સાથે જ, બીજા વ્યક્તિએ કહ્યું કે, કોંગ્રેસ હમંશા લોકોના પાયાના પ્રશ્નોને લઈને હંમેશા જનતા સાથે રહી છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Aaam Aadmi Party, Bjp gujarat, Congress Gujarat, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन