Home /News /gujarat /પીએમ મોદીએ 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને તેનું વેન્યુ કઈ રીતે નક્કી કર્યુ?

પીએમ મોદીએ 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને તેનું વેન્યુ કઈ રીતે નક્કી કર્યુ?

આ વર્ષે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. (ફાઇલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત તેમના લક્ષ્ય 'એક ભારત શ્રેષ્ઠ ભારત' તરફ આગળ વધી રહ્યા છે. આ સંબંધમાં 31 ઓક્ટોબરના રોજ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની શરૂઆત કરવામાં આવી. 31 ઓક્ટોબરે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જન્મજયંતિ છે. દેશમાં 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છેલ્લા 8 વર્ષમાં લોકોએ આ દિવસને એવી રીતે સ્વીકાર્યો છે કે આ દિવસને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ ઉજવવામાં આવે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત તેમના લક્ષ્ય 'એક ભારત શ્રેષ્ઠ ભારત' તરફ આગળ વધી રહ્યા છે. આ સંબંધમાં 31 ઓક્ટોબરના રોજ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની શરૂઆત કરવામાં આવી. 31 ઓક્ટોબરે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જન્મજયંતિ છે. દેશમાં 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છેલ્લા 8 વર્ષમાં લોકોએ આ દિવસને એવી રીતે સ્વીકાર્યો છે કે આ દિવસને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ ઉજવવામાં આવે છે.

વર્ષ 2018થી થઈ હતી શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને એવી પરંપરાનું સ્વરૂપ આપ્યું છે કે હવે ભારતના કોઈ પણ ભાવિ વડાપ્રધાન તેની ઉજવણી કરવાનું ભૂલશે નહીં. રાષ્ટ્રીય એકતા દિવસની સત્તાવાર શરૂઆત વર્ષ 2018માં થઈ હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાષ્ટ્રીય એકતા દિવસનો સંબંધ એ જ રીતે બન્યો જે રીતે 'કર્તવ્ય પથ' સાથે પ્રજાસત્તાક દિવસ અને 'લાલ કિલ્લા' સાથે સ્વતંત્રતા દિવસનો છે.

આ પણ વાંચોઃ Amreli: સરદાર પટેલની જન્મજયંતી પર રચાશે ઇતિહાસ, આ વ્યક્તિ 147 મૂર્તિ ગામડાઓમાં આપશે

આદિવાસી બાળકનું બેન્ડ અને પરેડ

સુત્રોમાંથી જાણવા મળે છે કે આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસે હાજરી આપશે. આ તહેવારમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ પણ યોજાશે. જેમાં પાંચ રાજ્યોની પોલીસ પરેડ કરશે. અંબાજીના મ્યુઝિકલ બેન્ડના આદિવાસી બાળકો રંગારંગ કાર્યક્રમ રજૂ કરશે. આ એ જ બેન્ડ છે જે એક સમયે અંબાજી મંદિરમાં ભિક્ષા માંગતું હતું. વડાપ્રધાન મોદી ગયા મહિને અંબાજી પ્રવાસે હતા ત્યારે આ બાળકોએ તેમની સામે એક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. તે સમયે પીએમે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ પર રન ફોર યુનિટી પણ યોજાશે. આ કાર્યક્રમનો આઈડિયા પણ પીએમ મોદીએ આપ્યો હતો.
First published:

Tags: Sardar Patel, Sardar Patel statue, Statue of unity

विज्ञापन