Home /News /gujarat /

Amit Shah Birthday Spl: અમિત શાહે જન્મભૂમિ માણસાનું કેવી રીતે ઉતાર્યુ ઋણ

Amit Shah Birthday Spl: અમિત શાહે જન્મભૂમિ માણસાનું કેવી રીતે ઉતાર્યુ ઋણ

અમિત શાહનો આજે જન્મ દિવસ

Happy Birthday Amit Shah: માણસ મોટા પદ પર પહોચે છે ત્યારે તે પોતાનો ભુતકાળ ભૂલી જાય છે. પરંતુ દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ અમિત શાહ (Amit Shah Birthday Special) પોતાના પિતૃક ગામ માણસાને નથી ભૂલ્યા. ગામનાં તેમનાં મિત્રો સાથે આજે પણ શાહ (Happy Birthday Amit Shah) અચુક વાત કરે છે અને માણસા આવે ત્યારે અચુક મુલાકાત કરે છે.આજે પણ તેમના બાળપણના મિત્રો સાથે તેમના સંબંધો અકબંધ છે.

વધુ જુઓ ...
(અમદાવાદથી મયુર માકડીયા અને સંજય ટાંકનો રિપોર્ટ)
માણસ મોટા પદ પર પહોચે છે ત્યારે તે પોતાનો ભુતકાળ ભૂલી જાય છે. પરંતુ દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ અમિત શાહ (Amit Shah Birthday Special) પોતાના પિતૃક ગામ માણસાને નથી ભૂલ્યા. ગામનાં તેમનાં મિત્રો સાથે આજે પણ શાહ (Happy Birthday Amit Shah) અચુક વાત કરે છે અને માણસા આવે ત્યારે અચુક મુલાકાત કરે છે.આજે પણ તેમના બાળપણના મિત્રો સાથે તેમના સંબંધો અકબંધ છે.

માણસા શાહની આસ્થાનું કેન્દ્ર બિંદુ
અમિત શાહ માણસાના બહુચરમાતામાં ખુબ આસ્થા ધરાવે છે.દર બીજા નવરાત્રે તે અચુક બહુચર માતાની આરતી ઉતારવા અને દર્શન કરવા માણસા આવે છે.રાજકીય જીવનમાં સફળતાની સાથે સાથે અમિત શાહે  ખુબ ધાર્મિક આસ્થા પણ ધરાવતા હતા. માણસના બહુચર માતા મંદિર પર શાહ પરિવારને ખુબ આસ્થા છે. તેમણે તાજેતરમાં જ મંદિરનો જીર્ણોદ્ધા્ર પર કરાવ્યોઅને તેના પ્રાણ પ્રતિષ્ઠામાં  પણ પરિવાર સાથે યજ્ઞમાં હાજરી આપી.બહુચર માતાના મંદિ્રમાં ચાલતાં સેવાકારયોમાં પણ અમિત શાહ .યોગદાન આપે છે.હાલમાં પણ ગાયોના ઘાસચારો અને મંદિરના પુજારીઓને બનતી તમામ સહાય કરે છે.માણસાના માતાના મંદિર ઉપરાંત અમિત શાહ એ પોતે વૈષ્ણવ વણિક હોવાથી માણસાની ઠાકોરજીની હવેલી માટે ખુબ આસ્થા ધરાવે છે.આજે પણ ઠાકોરજી ની હવેલીનો વર્ષેનો નિભાવ ખર્ચ એ શાહ પરિવાર દ્વારા આપવામાં આવે છે.

માણસામાં કર્યા અનેક વિકાસ કાર્યો, રાજકીય કોઠા સુજ ના પરિણામે અમિત શાહ ની રાજકીય કારકિર્દી એ ગતિ પકડી હતી,વર્ષે 1997 ભાજપ ના યુવા મોરચાના રાષ્ટીય ખજાનચીહ્ન ની સાથે સાથે સરખેજ વિધાનસભા ના ધારાસભ્ય પણ બન્યા તેમ છતાં પણ માદરે વતન માણસને ભૂલ્યા ન હતા અમિતશાહે  વર્ષે 2000 માં પોતાના પિતાના નામનો ણિનલચંદ્ર ગોકળદાસ શાહ કમ્યુનિટી હોલ નું નિર્માણ કરાવી માણસા નગર પાલિકાને સુપરત કર્યો હતો.

અમિત શાહ વર્ષે 2002માં ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું, એક સફળ ગૃહ મંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે માણસા શહેરના મલાવ તળાવના નવીનીકરણનું કામ હાથમાં લીધું હતું. આ સિવાય પણ જ્યારે જ્યારે માણસા જે જરુરિયાત ઉભી થઈ તેમાં અમિત શાહે હરસંભવ મદદ કરી છે.

અમદાવાદમાં આવીને 1978 વસ્યા અમિત શાહ
અમિત શાહે પોતે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તેમઓ પરિવાર માણસાથી અમદાવાદ વર્ષ 1978માં રહેવા આવ્યો, આ જ વર્ષ 12 જૂન 1978માં  અમિત શાહે દર્પણ છ રસ્તા પાસે આવેલી નવરંગ માધ્યમિક શાળામાં ધોરણ 10 માં એડમિશન લીધુ હતુ  અને માર્ચ 1979માં ધોરણ 10 પાસ કર્યું હતું.
નવરંગ શાળાના જનરલ રજિસ્ટરમાં પણ અમિત શાહે અહીં અભ્યાસ કર્યાની એન્ટ્રી છે. જોકે એ જ વર્ષમાં 11 સાયન્સમાં અભ્યાસ માટે તેમને અન્ય શાળામાં એડમિશન લેવું પડ્યું હતું.

5 જુલાઈ 1979ના વર્ષમાં અમિત શાહે ધોરણ 11 સાયન્સ માં અભ્યાસ માટે ઘી કાંટા માં આવેલી જ્યોતિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો અને 31 મેં 1981માં ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જોકે હાલ ઘી કાંટા માં આ સ્કૂલ બંધ થઈ ગઈ છે અને આ એ ત્યાં ખાનગી પ્રકાશનનો વ્યવસાય ચાલી રહ્યો છે. જોકે જ્યોતિ સ્કૂલના જનરલ રજીસ્ટર. આ પણ અમીત શાહના નામની એન્ટ્રી મોજુદ છે.. જ્યોતિ સ્કૂલમાં અમિત શાહને અભ્યાસ કરાવનારા શિક્ષિકા હર્ષાબેન વ્યાસે અમિત શાહને માણસામાં પણ આર.બી. એલડી સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો હતો.

અમિત શાહને અભ્યાસ કરાવનાર શિક્ષક હર્ષા બેન વ્યાસના મતે અમિતભાઈની બહેનો મારા હાથ નીચે ભણેલી છે અને તે સમયે અમિત શાહને પણ ભણાવવાનું થતું હતું. તેઓ ભણવામાં હોશિયાર, શાંત અને નરમ હતા. એવું ક્યારેય લાગતુ ન હતું કે તે ભણી ગણીને આટલા મોટા હોદ્દા પર પહોંચશે. આ હોદ્દા પર જોઈને ખુબ ગર્વ થાય છે કે આ મારો વિદ્યાર્થી છે. નવરંગ સ્કૂલના પ્રિન્સિપાલના મતે શાહે અમારી શાળામાં એક જ વર્ષ અભ્યાસ કર્યો છે. જો કે 2009માં અમારી શાળાના કાર્યક્રમમાં હાજર રહેવા તેમને આમંત્રમ આપ્યું હતું. પરંતુ તેઓ રાજકીય જીવનની વ્યસ્તતા નાકારણે આવી શક્યા નહોતા. પરંતુ તેઓએ લેટર લખીને શુભેચ્છા પાઠવી હતી. વર્ષ 1981 અમિત શાહે 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બાયો કેમેસ્ટ્રી ના અભ્યાસ માટે આશ્રમ રોડ પરની સી યુ શાહ કોલેજમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુર્ણ કર્યો. કોલેજના અભ્યાસ દરમિયાન જ તેઓની આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથેના કાર્યની શરુઆત થઈ.
Published by:Margi Pandya
First published:

Tags: Amit Shah Birthday Special, Amit Shah Janmabhoomi Mansa, Happy Birthday Amit Shah

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन