Home /News /gujarat /ગુજરાતમાં ભ્રષ્ટ પોલીસ અધિકારી-કર્મચારી પર ગૃહમંત્રીની તવાઈ, એક જ દિવસમાં 3-3 સસ્પેન્શન
ગુજરાતમાં ભ્રષ્ટ પોલીસ અધિકારી-કર્મચારી પર ગૃહમંત્રીની તવાઈ, એક જ દિવસમાં 3-3 સસ્પેન્શન
હર્ષ સંઘવી ફાઇલ તસવીર
આ તપાસમાં સામે આવ્યું હતું કે પાસપોર્ટ કેસ તપાસવાની અધિકારી પીએસઆઇ સોલંકી પાસે હોવા છતાં પીઆઇ દહિયાંએ ભરત પટેલની પૂછપરછ કરી હોવાના અનેક પુરાવાઓ હાથ લાગતા એડિશનલ ડીજી દ્વારા આશિષ ભાટિયાને એક સપ્તાહ પહેલા પત્ર લખી દહિયા સામે પગલાં લેવા રજૂઆત કરી હતી
ગાંધીનગર: રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા નિવૃત્તિ ટાણે એક મોટા વિવાદમાં આવ્યા છે. ડીજીપીની દેખરેખ હેઠળની ચાલતી સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એચ દહિયા રાજ્યના ગૃહ વિભાગ બદલી સાથે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હોવા છતાં આશિષ ભાટિયાએ નિર્ણય લેવાનો ખાસો એવો વિલંબ કર્યો હોવાની માહિતી સચિવાલય સૂત્રો જણાવી રહ્યા છે.
આ જ કારણે દહીંયા સાથે આશિષ ભાટિયાના વર્ષોથી રહેલા ગાઢ સંબંધોની ચર્ચા ફરી એક વખત સપાટી પર આવી છે. આ ચર્ચા ગાંધીનગરથી લઈ રાજ્યના તમામ પોલીસ સ્ટેશન સુધી ચાલી રહી છે. કબૂતરબાજી કેસમાં પીઆઇ દહીયાએ ગોઠવણ કરી હોવાનો આરોપ લાગ્યો છે. રાજ્યના સૌથી મોટા કબૂતર બાદ ભરત પટેલ ઉર્ફે બોબીની થોડા સમય પહેલા સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભરત પટેલ બોબી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક કેસ સહિત દેશભરના અને કેસમાં લાંબા સમયથી ફરાર હતો.
માનવ તસ્કરી રેકેટમાં મહિને કરોડો રૂપિયા કમાતા બોબીની ધરપકડ થતા રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે રહેલી તપાસ એસએમસીને તબદીલ કરી હતી. આ તપાસમાં ભરત પટેલ બોબીની ધરપકડ વખતે 69 પાસપોર્ટનો જથ્થો મળી આવ્યો હતો. જે મામલે એસએમસીએ જાણવાજોગ નોંધણી પાસપોર્ટની તપાસ આરંભવી હતી.
એસ.એમ.સી એ તપાસમાં ચાર પાસપોર્ટ હોવાનું જાણવા મળતા બોબી સહિત 18 શખ્સો સામે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પીઆઇ જવાહર દહિયા તપાસ અધિકારી નહીં હોવા છતાં એક રાત ભરત પટેલની પૂછપરછ કરી હતી. આ માહિતી એસએમસીના ઉચ્ચ અધિકારીઓને થતા તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ તપાસમાં સામે આવ્યું હતું કે પાસપોર્ટ કેસ તપાસવાની અધિકારી પીએસઆઇ સોલંકી પાસે હોવા છતાં પીઆઇ દહિયાંએ ભરત પટેલની પૂછપરછ કરી હોવાના અનેક પુરાવાઓ હાથ લાગતા એડિશનલ ડીજી દ્વારા આશિષ ભાટિયાને એક સપ્તાહ પહેલા પત્ર લખી દહિયા સામે પગલાં લેવા રજૂઆત કરી હતી. જોકે આ મામલે આશિષ ભાટે કોઈ પગલા નહીં લેતા ગૃહ વિભાગ એ દહીયા સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
ગૃહ વિભાગના સુત્રો એમ પણ જણાવી રહ્યા છે કે ગૃહમંત્રીએ પોલીસ બેડામાં સફાઇ ચાલુ કરી છે. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ છે. આજના દિવસમાં 3 પોલીસ અધિકારીઓને સસ્પેનશન કરવામાં આવ્યા છે. સિસ્ટમ તોડનાર સામે ગૃહમંત્રીએ લાલ આંખ કરી છે. ગૃહ વિભાગ પાસેથી પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ મંગાવ્યા છે. હજુ પણ 10 થી 12 ઉચ્ચ પોલીસ અધિકારીઓ રડારમાં છે. IPSથી લઈ કોન્સ્ટેબલ સુધી અલગ-અલગ અધિકારીઓ ગૃહવિભાગ રડારમાં આવી ગયા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર