ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું - લોકરક્ષકની ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું - લોકરક્ષકની ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું - લોકરક્ષકની ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય

અનામતના મળવાપાત્ર લાભથી કોઇ વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : પ્રદિપસિંહ જાડેજા

 • Share this:
  ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લોકરક્ષકની ભરતી મામલે પોતાનું નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે લોકરક્ષકની ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય અને અનામતના મળવાપાત્ર લાભથી કોઇ સમાજ વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

  SC, ST, OBCના ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે તેમ જણાવી કેટલીક મહિલાઓ આંદોલનો કરી રહી છે. આ સંદર્ભે મંત્રીએ કહ્યું હતું કે કોઇપણને આરક્ષણની બાબતમાં અન્યાય ન થાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ચારણ, ભરવાડ અને રબારી સમાજના સંદર્ભમાં વિશ્લેષણ સમિતિના નિર્ણયો સામે અને મહિલાઓને અનામત અંગે હાઇકોર્ટના ચૂકાદાના અર્થઘટન સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં કોઇ સમાજને નુકસાન ન થાય અને આ સંદર્ભમાં કોઇ ક્ષતિઓ હશે તો તેને નિવારવા સરકાર દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવશે.  આ પણ વાંચો - ચેકપોસ્ટ બંધ કરાતા આતંકવાદીની ઘૂષણખોરી વધી શકે છે, હાઇકોર્ટમાં થઇ અરજી

  તાજેતરમાં રાજ્યના લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલી લોકરક્ષકની 9713 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં કોઇપણ સમાજના યુવક-યુવતીઓ સાથે અન્યાય થશે નહી. દરેક સમાજના અધિકારો અને તેમના હિત માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અમારી સરકાર ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ’’ અને સૌનો વિશ્વાસના મંત્ર સાથે આગળ વધતી રહી છે ત્યારે રાજ્યના કોઇપણ સમાજને અન્યાય ન થાય તે અમારી પ્રાથમિકતા છે.
  First published:January 08, 2020, 21:19 pm