ગીતા મહેતા, ગાંધીનગર : ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ગુજરાત વિધાનસભામાં રાહુલ ગાંધી પર આડકતરૂ નિશાન સાધ્યું હતું. પ્રદિપસિંહે રાહુલ ગાંધીનું નામ લીધા વગર એક ભાષણમાં કહ્યું કે એક બાળક 2014માં 44 માર્કે પાસ થયો હતો, 2019 ટ્યુશન રખાવ્યું તો પણ છેલ્લા માર્કે પાસ થયો.
ગુજરાત વિધાનસભાના ગૃહમાં 90 મિનીટની ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદી અને અમિત શાહનો દેખાવ અને ભાજપની ભવ્ય જીત અને ભાજપની સિદ્ધી પ્રદિપસિંહે ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ઠોઠ નિશાળ્યા હતા. 2014માં માંડ માંડ પાસ થયા હતા પરંતુ માતાના ગાઇડન્સ અને ટ્યુશનની બદોલત રાહુલ ગાંધી માંડ માંડ પાસ થયા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં ગૃહમાં સરકાર વતી ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કેન્દ્ર સરકારના સંકલ્પ પત્ર અને સિદ્ધીઓની વાત કરતા સમયે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ કર્યો હતો અને તેમને ઠોઠ નિશાળ્યા ગણાવ્યા હતા.
દરમિયાન રાહુલ ગાંધી વિશે સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી ટિપ્પણીના વિરોધમાં આજે રાજ્યના રાજકોટમાં દેખાવો થયા હતા. રાજકોટમાં સુબ્રમણ્યમ સ્વામીનું પૂતળું દહન કરવા માટે રાજકોટ કોંગ્રેસના કાર્યકરો નીકળ્યા હતા. કાર્યકરો અને પોલીસ વચ્ચે આ મુદ્દે અથડામણ પણ થઈ હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર