કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને રાશન કીટ વિતરણનો પ્રારંભ કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને રાશન કીટ વિતરણનો પ્રારંભ કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને રાશન કીટ વિતરણનો પ્રારંભ કર્યો

ગાંધીનગર લોકસભાના અન્ય છ વિધાનસભા વિસ્તારોમાં પણ તબક્કાવાર કીટનું વિતરણ કરવામાં આવશે

  • Share this:
ગાંધીનગર : કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજથી ગાંધીનગર લોકસભા મત વિસ્તારના ગરીબ, દલિત અને જરૂરિયાતમંદ પરીવારોને અંદાજે 60 હજાર જેટલી રાશન કીટનું વિતરણ કરવાનો પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તૈયાર કરાવેલ દરેક કીટની સાથે બે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની માહિતી પત્રિકા પણ આપવામાં આવશે.

જે અંતર્ગત પ્રથમ તબક્કામાં સાણંદ વિધાનસભાના વિસ્તારના જુદા જુદા ગામ અને મોહલ્લામાં રાશન કીટનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ ગાંધીનગર લોકસભાના અન્ય છ વિધાનસભા વિસ્તારોમાં પણ તબક્કાવાર કીટનું વિતરણ કરવામાં આવશે. આ સાથે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભાના તમામ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ અપીલ પણ કરી છે. પોતાની લોકસભામાં આવતા તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો અને ભાજપના વોર્ડ પ્રમુખો સાથે ટેલિફોનીક વાત પણ કરી હતી.આ પણ વાંચો - કોરોના યોદ્ધાને સંક્રમણના ના થાય તે માટે ગુજરાતમાં સેનિટાઈઝર બસ ખુલ્લી મુકવામાં આવીરાજ્યમાં કલસ્ટર-કન્ટેનમેન્ટ વિસ્તારોમાં –લેબર કેમ્પસમાં રહેતી સગર્ભા-પ્રસૂતા બહેનોના કોવિડ-19 ટેસ્ટ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં રાજ્યની પ્રસૂતા-સગર્ભા મહિલાઓના સુઆરોગ્ય માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જ્યંતી રવિએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને દિશાનિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાં કલસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો તથા હોટસ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસોમાં પ્રસૂતિ થવાની હોય તેવી બહેનોને બિમારીના કોઈ લક્ષણો ધરાવતી ન હોય તો પણ પ્રસૂતાને આરોગ્ય વિભાગ તકેદારીના ભાગ રુપે આવી બહેનોના કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, આવા ટેસ્ટ ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ ICMRની ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવશે. 1 એપ્રિલના રોજના 100 ટેસ્ટથી શરૂ કરીને તા. 23 એપ્રિલ સુધીમાં રોજના 2963 ટેસ્ટ કરવામાં આવેલા છે.

ડૉ.જયંતિ રવિએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં દરેક જિલ્લાના નાગરિકોને આવા ટેસ્ટથી આવરી લઈ કોરોનાનો વ્યાપ અટકાવવા અપનાવેલા વ્યૂહને પગલે રાજ્યના બધા જિલ્લાઓમાંથી 100-100 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા જે એક જ દિવસમાં 4212 ટેસ્ટ પણ થયેલા છે. રાજ્યમાં આવા ટેસ્ટ માટે 15 સરકારી અને 4 ખાનગી મળીને 19 લેબોરેટરી દરરોજના કુલ 3000 ટેસ્ટની ક્ષમતા સાથે કાર્યરત છે. આ લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટના રિપોર્ટ એક જ દિવસમાં આવી જાય તેવું ક્ષમતા નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
Published by:News18 Gujarati
First published:April 24, 2020, 18:28 pm

ટૉપ ન્યૂઝ