અમિત શાહે વિપક્ષને આપી ચેલેન્જ, કહ્યું - CAAમાં નાગરિકતા લેવાની નહીં પણ આપવાની વાત

News18 Gujarati
Updated: January 11, 2020, 8:47 PM IST
અમિત શાહે વિપક્ષને આપી ચેલેન્જ, કહ્યું - CAAમાં નાગરિકતા લેવાની નહીં પણ આપવાની વાત
અમિત શાહે વિપક્ષને આપી ચેલેન્જ, કહ્યું - CAAમાં નાગરિકતા લેવાની નહીં પણ આપવાની વાત

ગાંધીનગરમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી(GTU)ના નવમાં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં અમિત શાહ હાજર રહ્યા

  • Share this:
ગાંધીનગર : ગાંધીનગરમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી(GTU)ના નવમાં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં નાગરિકતા સંશોધન કાનૂન (Citizenship Amendment Act) પર ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું હતું કે વિપક્ષ સીએએ વિશે દુષ્પ્રચાર કરી રહ્યું છે. મારી બધી પાર્ટીઓને ખુલી ચેલેન્જ છે કે બતાવો આ કાનૂનમાં ક્યાં કોઈની નાગરિકતા લેવાની જોગવાઈ છે.

અમિત શાહે કહ્યું હતું કે દરેક વ્યક્તિના મનમાં સવાલ હતો કે ક્યારે કાશ્મીરમાં ફક્ત તિરંગો લહેરાવશે. ક્યારે આર્ટિકલ 370 હટશે, ક્યારે આર્ટિકલ 35-એ હટશે. 5 ઓગસ્ટના રોજ અમારી સરકારે આ હંમેશા માટે ખતમ કરી દીધું છે. જે વિપક્ષી દળો કહેતા હતા કે 370 હટતા જ લોહીની નદીઓ વહેશે, પણ અમે તેમને ખોટા પાડ્યા છે. કોઈપણ મોત વગર અમે કરી બતાવ્યું છે.

આ પણ વાંચો - કોલકાતામાં પીએમ મોદીએ કહ્યું - ઇતિહાસના કેટલાક પક્ષોને નજરઅંદાજ કરવામાં આવ્યા

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે હું આખા વિપક્ષને પડકાર આપું છું કે આવો વાત કરો. બતાવો કે સીએએમાં ક્યાં લખેલું છે કે લોકોની નાગરિકતા છીનવી લેવામાં આવશે. તેમાં નાગરિકતા લેવાની નહીં પણ આપવાની વાત કરવામાં આવી છે. પણ વિપક્ષ ખોટું બોલી રહ્યો છે કારણ કે તેની પાસે કોઈ વિકલ્પ નથી. વિકાસના મુદ્દા પર, રક્ષાનીતિના મુદ્દા પર, લો ઇન ઓર્ડરના મુદ્દા પર, નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. જેથી હું વિપક્ષને સલાહ આપીશ કે તમારું જુઠ લાંબા સમય સુધી લોકોને બહેકાવી શકશે નહીં. જ્યારે બીજેપી કાર્યકર્તા સીએએ પર લોકો પાસે પહોંચશે લોકોના મનમાં આ જુઠનો ડર પણ નિકળી જશે.
First published: January 11, 2020, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading