આ ભાજપી ધારાસભ્ય પાસે છે બે વોટર્સ આઈડી કાર્ડ, ચૂંટણીપંચ કાર્યવાહી ન કરી શકે?

News18 Gujarati
Updated: January 22, 2019, 7:33 AM IST
આ ભાજપી ધારાસભ્ય પાસે છે બે વોટર્સ આઈડી કાર્ડ, ચૂંટણીપંચ કાર્યવાહી ન કરી શકે?
'પીપલ્સ રેપ્રેસેંટેશન એક્ટ' ની સેક્શન-31 અંતર્ગત દંડનાત્મક કાર્યવાહી થઇ શકે

'પીપલ્સ રેપ્રેસેંટેશન એક્ટ' ની સેક્શન-31 અંતર્ગત દંડનાત્મક કાર્યવાહી થઇ શકે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :
ગુજરાતના જાણીતા ફિલ્મકાર નરેશ કનોડિયાના પુત્ર અને જાણીતા ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા બે વોટર્સ આઈડી કાર્ડ ધરાવે છે, આ જાણીને આંચકો લાગ્યો' ને ? હા, પરંતુ આ હકીકત છે.

હિતુ કનોડિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં ખુદ કબૂલ કર્યું છે કે, તેની પાસે મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેના વોટર્સ આઈડી કાર્ડ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એક નામ કમી કરવા અંગેની મેં અરજી આપી છે. તેમના મતે તેઓ વર્ષોથી મુંબઈ રહેતા હોઈ, તેનું નામ મહારાષ્ટ્રની મતદાર યાદીમાં પણ હતું.

યાદ રહે, હિતુ કનોડિયા ભાજપ પક્ષમાંથી ઇડર બેઠકના ધારાસભ્ય છે. આ બાબત સૂચવે છે કે ઇડર વિધાનસભાની ચૂંટણી લડતી વખતે તેમણે ચૂંટણીપંચ સમક્ષ ખોટું સોગંદનામું રજુ કર્યું હતું.

ચૂંટણીપંચના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ બે વોટર્સ આઈડી કાર્ડ ધરાવતા હોય અને તે અંગે તે પંચને જાણકારી ન આપે તો તેની વિરુદ્ધ 'પીપલ્સ રેપ્રેસેંટેશન એક્ટ' ની સેક્શન-31 અંતર્ગત દંડનાત્મક કાર્યવાહી થઇ શકે છે. આ કલમ હેઠળ નાણાકીય દંડ અને એક વર્ષની સજા સુધીની જોગવાઈ પણ છે.

જોઈએ કે, આ મામલામાં ચૂંટણીપંચ કોઈ કાર્યવાહી કરે છે કે નહિ !
First published: January 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading