IPLમાં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત વચ્ચે જંગ, આ બંને ટીમો હશે સામ-સામે

News18 Gujarati
Updated: May 22, 2018, 12:23 PM IST
IPLમાં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત વચ્ચે જંગ, આ બંને ટીમો હશે સામ-સામે

  • Share this:
આઈપીએલ પ્રીમિયર લીગ (આઈપીએલ)ના 11માં સંસ્કરણથી પ્લેઓફથી પહેલા મહિલા ટી-20 પ્રદર્શની મેચમાં ટ્રેલબ્લેઝર અને સુપરનોવાની ટીમો સામ-સામે હશે. લીગની પહેલી પ્લેઓફ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ગુરૂવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા મહિલા પ્રદર્શની ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે.  આ મેચ આજે બે વાગે શરૂ થશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ મેચનું આયોજન કર્યું છે. આ મેચમાં મહિલા ક્રિકેટની કેટલીક દિગ્ગજ ખેલાડીઓ જોડાઈ છે. આઈપીએલ ટ્રેલબ્લેઝરની કેપ્ટન સ્મૃતિ મંધાના છે, જ્યારે સુપરનોવા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર છે.

સ્મૃતિની ટીમમાં ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ અને ભારતની ઝૂલન ગોસ્વામી સામેલ છે. જ્યારે સુપરનોવા ટીમમાં મેગ લેનિંગ, એલિસ પૈરી અને સોફી ડેવિન જેવા ખેલાડી સામેલ છે.

ટ્રેલબ્લેઝર્સ : સ્મૃતિ મંધાના (કેપ્ટન), એલિસા હિલી (વિકેટકિપર), દિપ્તી શર્મા, બેથ મૂની, જેમિમાહ રોડ્રિગેજ, ડેનિએલ હાઝેલ, શિખા પાંડે, લિયા તાહુહુ, ઝૂલન ગોસ્વામી, એકતા બિષ્ટ, પૂનમ યાદવ, ડાયલાન હેમલતા

સુપર નોવા : હરમનપ્રીત કૌર (કેપ્ટન), મેગ લેનિંગ, ડેનિયલ વ્યાટ, સૌફી ડેવિને, એલિસા પૈરી, વૈદા કૃષ્ણામૂર્તિ, મોના મેશ્રામ, પૂજા વાસ્ત્રાકર, મેગન શટ, રાજેશ્વરી ગાયકવાડ, અંજૂ પાટિલ, તાનિયા ભાટિયા (વિકેટકિપર)
First published: May 22, 2018, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading