Home /News /gujarat /હિના ખાન ફરી થઇ ઇમોશનલ, બોલી- '1 મહીનો થઇ ગયા પાપા બહુ યાદ આવે છે તમારી '
હિના ખાન ફરી થઇ ઇમોશનલ, બોલી- '1 મહીનો થઇ ગયા પાપા બહુ યાદ આવે છે તમારી '
Photo: @realhinakhan/Instagram
હિના ખાન (Hina Khan) તેનાં પિતાની ખુબજ નજીક હતી. તેનાં નિધન બાદ કદાચ એવો કોઇ દિવસ નહીં હોય જ્યારે મે તેમને યાદ નથી કર્યાં. હિના ખાને જો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તે વીડિયોમાં હિના ખાનની સાથે તેનો ભાઇ આમિર ખાન, દિવંગત પિતા અસલમ ખાન અનેનજર આવી રહી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દુનિયાથી અલવિદા કહી જ્યારે કોઇ વ્યક્તિ જતુ રહે છે પણ તેની યાદ હમેશાં રહી જાય છે. સમય વિતતા સમય નથી લાગતો. ટીવીનાં બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ હિના ખાન (Hina Khan)નાં પિતાનાં નિધનને એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. ગત મહિનાની 20 તારીખે જ તેમનું નિધન થઇ ગયુ હતું. એક વખત ફરી પિતાની યાદમાં તે ઇમોશનલ થઇ ગઇ અને સોશિય લમીડિયા (Social Media)પર તેનાં પિતાનો એક જુનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે પરિવારનીસાથે 1979માં આવેલી ફિલ્મ 'ગોલમાલ'નું ગીત આને વાલા પલ (Aane Waala Pal Jaane wala hai) ગાતાં નજર આવે છે.
હિના ખાન (Hina Khan) તેનાં પિતાની ખુબજ નજીક હતી. તેમનાં નિધન બાદ કદાચ જ એવો એક દિવસ ગયો હશે કે જ્યારે તેણે તેમને યાદ ન કર્યાં હોય. હિનાખાનનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં તેમનાં પિતા અસલમ ખાન, ભાઇ આમિર ખાન અને માતાની સાથે નજર આવે છે.
વીડિયો શેર કરતાં હિનાએ કેપ્શનમાં લખ્યું છે, 'આજે એક મહિનો થઇ ગયો પાપા, આપની ખુબજ યાદ આવે છે. ગૌહર ખાને આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે, 'દરોજ એક નાનું પગલું બેબી. દરરોજ અમે પણ તેમને યાદ કરીએ છીએ. હું આ અનુભવી શકુ છું'
હિના ખાનને ઉદાસ જોઇ તેનાં ફેન્સ પણ ઉદાસ છે તો કોઇએ તેને સ્ટ્રોંગ રહેવા કહ્યું છે. ઘણાં સેલિબ્રિટીઝે આ વીડિયો પર કમેન્ટ કરી છે. આપને જણાવી દઇએ કે, હિનાનાં પિતાનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. પિતાનાં દુનિયાથી ગયા બાદ (હિના ખાન) કોવિડ સંક્રમિત થઇ હતી. જેને કારણે આ સમય તે તેની માતા પાસે ન હતી. જે અંગે તેણે પોસ્ટ શેર કરી પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર